ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છની ધરા ફરી ધ્રૂજી : 2.9 તીવ્રતાનો ભૂકંપ, વાગડ વિસ્તારની ફોલ્ટલાઈન થઈ સક્રિય - KUTCH EARTHQUAKE

જિલ્લામાં ગતરાત્રે 10:49 કલાકે વાગડ વિસ્તારના રાપર પાસે 2.9ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો.

કચ્છની ધરા ફરી 2.9ના આંચકાથી ધ્રુજી ઉઠી
કચ્છની ધરા ફરી 2.9ના આંચકાથી ધ્રુજી ઉઠી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2025, 10:58 AM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં ગત રાત્રે 10:49 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે. ગતરાત્રે 10:49 કલાકે વાગડ વિસ્તારના રાપર પાસે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. શિયાળામાં હવામાનમાં ફેરફારની સાથે કચ્છમાં આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. હાડ થીજાવતી ઠંડી વચ્ચે ભૂકંપનો આંચકો નોંધાયો છે.

2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો: વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ખાસ કરીને વાગડની ફોલ્ટલાઈન પર નાના નાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. તો ખાવડા વિસ્તાર પાસે પણ નાના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ છે. ગત રાત્રે 10:49 કલાકે 2.9 ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના વાગડ વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના રાપરથી 18 કિલોમીટર દૂર બેસ્ટ, સાઉથ - વેસ્ટમાં કંથકોટ બાજુ નોંધાયો છે.

ભચાઉની ફોલ્ટલાઈન વિસ્તારમાં નોંધાયો આંચકો: ઉલ્લેખનીય છે કે, કચ્છના ભચાઉ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ સક્રિય ફોલ્ટલાઇન પર જ નોંધાઈ રહ્યા છે.પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ પાસે આવેલા ભૂકંપની ફોલ્ટલાઈન પર અવારનવાર 1.0 થી 4.0 ની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આમ તો ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. તો ભારત-પાકિસ્તાન બોર્ડર પર પણ ફોલ્ટલાઇન સક્રિય થઈ છે. ત્યારે ગત રાત્રે ફરી આ વાગડ વિસ્તારમાં આંચકો અનુભવાયો હતો. તેની અસર ભચાઉ અને રાપરના આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હતી.

4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે લોકોમાં ભય:કચ્છમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટલાઈન છે તે ફોલ્ટલાઇન સક્રિય થઈ છે, તેની આસપાસ જ છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ 4થી વધુ તીવ્રતાના આંચકાના સમયે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.

આ પણ વાંચો:

  1. કચ્છમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, 2025ના ચાર દિવસમાં ત્રીજી વખત ધરા ધ્રૂજી
  2. અહો આશ્ચર્યમ ! કચ્છમાં મળ્યા 10.5 મિલિયન વર્ષ જૂના વાનરના જીવાશ્મિ, સંશોધકે કર્યો મોટો દાવો

ABOUT THE AUTHOR

...view details