અમરેલી:અમરેલી જિલ્લામાં ચોકચારી ઘટના સામે આવી છે કોર્ટમાં પાંચ દિવસ પહેલા એક યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો પરંતુ આખરે યુવકનું મોત થતા પોલીસ દ્વારા છ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધ આરોપીને ઝડપી લેવા ચક્રગતિમાન કર્યા છે.
લાશ બે દિવસ પોસ્ટ મોર્ટમ રૂમમાં રહી
પોલીસ ફરિયાદ મુજબ, અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખોડીયાણા ગામના યુવક મનસુખભાઈ વાઘમશીએ કોર્ટમાં દવા પીધી હતી. ઝેરી દવા પી જનાર મનસુખ વાઘમશીનો અમરેલી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. ઝેરી દવા પી જનાર મનસુખ વાઘમશીના મોત બાદ મૃતદેહ અમરેલી પીએમ રૂમમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો. બે દિવસ સુધી મૃતકનો શબ અમરેલી પીએમ રૂમમાં રહ્યો હતો. પરિવારજનો દ્વારા આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાય અને આરોપીને ઝડપી લેવામાં આવે ત્યાં સુધી શબ ન લેવા ઇનકાર કર્યો હતો.
કોર્ટ પરિસરમાં જ યુવકે ગટગટાવ્યું ઝેર (ETV BHARAT GUJARAT) યુવક મનસુખભાઈને મરવા મજબૂર કરવા મામલે છ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. અમરેલી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેનના પતિ લાલજીભાઈ મોર અને તેમના દીકરા સામે પોલીસ ફરિયાદ નોંધાય છે. ઉપરાંત સુખાભાઈ મોર, ધવલભાઈ મોર ખોડિયાના ગામના સરપંચ ઉપસરપંચ અને ગાધકડાના શરદ ગોદાણી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મૃતકના ભાઈએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હાલ વધુ તપાસ કરી રહી છે.
- ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, તુષાર ધોળકિયા ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેન બન્યા
- ગેંગરેપના મુખ્ય આરોપીએ ગૌચર જમીન પર ફાર્મ હાઉસ બનાવ્યું, જામનગર પોલીસે બુલડોઝર ફેરવ્યું