ગુજરાત

gujarat

ETV Bharat / state

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં દિવાળી બાદ વિવિધ જણસીની આવક, કપાસ અને મગફળીના ભાવમાં નોંધાયો ઘટાડો

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો હતો. મગફળીના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો થયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક
અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 13, 2024, 4:38 PM IST

અમરેલી:જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ હતી. જેના પરિણામે ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1218 રૂપિયા અને કપાસના એક મણના 1571 રૂપિયા ભાવ રહ્યા હતા. જ્યારે કપાસના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થયો હતો અને મગફળીના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો થયો હતો.

અહીં માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1356 રૂપિયા નોંધાયો હતો. આમ, ચણાનો ભાવ 1504 રૂપિયાથી ઘટીને 1356 રૂપિયા પર પહોંચ્યો છે. અહીં જાણવા જેવી બાબત એ છે કે, સોમવારે ચણાનો ભાવ 1421 રૂપિયાથી રૂપિયા થયો હતો.

કપાસ અને મગફળીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો (Etv Bharat Gujarat)

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી રહ્યા છે અને સારા ભાવ મેળવી રહ્યા છે. હાલ સતત ભાવ વધતા ખેડૂતો દ્વારા સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું.

મગફળીના ભાવની વાત કરીએ તો યાર્ડમાં મોટી મગફળીના 1218 રૂપિયા ભાવ રહ્યો હતો. તેમજ જીણી મગફળીનો ભાવ 1170 રૂપિયા રહ્યો હતો, જેને ધ્યાનમાં રાખતા સંપૂર્ણ 3000 કવીંટલ આવક નોંધાઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી. ત્યારે આજે કપાસનો ભાવ 730 રૂપિયાથી 1571 રૂપિયા બોલાયો હતો. આ દરમિયાન યાર્ડમાં 1500 કવીંટલ કપાસની આવક થઈ હતી.

સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. જે દરમિયાન સફેદ તલનો ભાવ 1795 રૂપિયાથી લઈને 2735 રૂપિયા નોંધાયો હતો. આમ, તલના ભાવમાં 70 રૂપિયાનો ઘટાડો થયો હતો અને યાર્ડમાં 482 કવીંટલ તલની આવક થઈ હતી.

આ પણ વાંચો:

  1. ભાવનગર: DAP ખાતરની અછત સર્જાતા ખેડૂત સંગઠનોએ ઉચ્ચારી ચીમકી, તંત્રએ વિકલ્પ આપવા છતાં DAPની માંગ કેમ?
  2. ખેડૂતો માટે ખુશખબરી... હિંમતનગરથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે MSP આધારિત મગફળી ખરીદીની શરૂઆત કરી

ABOUT THE AUTHOR

...view details