નવી દિલ્હી(ANI): કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નવી દિલ્હી સ્થિત ગુજરાત ભવનમાં ગુજરાતના ડાંગ જિલ્લાના સંતોકબા ઢોલકિયા વિદ્યામંદિરના ગ્રામીણ અને આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે એક સંવાદ સત્રનું આયોજન કર્યું હતું. ઓફિશિયલ સ્ટેટમેન્ટ મુજબ આ વિશેષ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા મેળવવા અને પોતાનો અનુભવ શેર કરવા માટેનો અનેરો અવસર હતો.
આદિવાસી વિદ્યાર્થીઓ સાથે સંવાદ:આ સંવાદ સત્રમાં અમિત શાહે શિક્ષા, યુવા સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં વિદ્યાર્થીઓની ભૂમિકા પર પોતાના વિચારો શેર કર્યા હતા. આ વાતચીતનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા અને તેમની શૈક્ષણિક અને કરિયર સંબંધિત પ્રશ્નોનો હલ લાવવાનો હતો. તેનો જવાબ આપતા ગૃહમંત્રીએ કઠીન મહેનત સમર્પણ અને દૃઢ સંકલ્પના મહત્વ પર જોર આપ્યું હતું. અમિત શાહે જણાવ્યું કે, " વિદ્યાર્થીઓ દેશના વિકાસનો પાયો છે અને તેમની કઠીન મહેનત અને સમર્પણ ભારતની નવી ઉંચાઈઓ પર લઈ જશે. વિદ્યાર્થીઓને ડોક્ટર, એંજિનિયર અને સિવિલ અધિકારીના રુપે કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ."
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, "તમે જો દેશના વિકાસને પોતાનો લક્ષ્ય બનાવો છો. તો તમારો વ્યક્તિગત વિકાસ સ્વાભાવિક રીતે થશે. માટે તમારો પ્રાથમિક ઉદ્દેશ્ય દેશના વિકાસમાં યોગદાન આપવાનો હોવો જોઈએ.
માતૃભાષામાં પરીક્ષા આપવાનો વિકલ્પ
અમિત શાહે આગળ જણાવ્યું કે, મોદી સરકાર 50 %થી વધારે અનુસૂચિત જનજાતિ (ST) વસ્તી અને ઓછામાં ઓછી 20.000 આદિવાસી વિદ્યાર્થીઓના દરેક બ્લોકમાં એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલય સ્થાપિત કરીને આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સુનિક્ષિત કરવાનું છે. અહેવાલ મુજબ, એ સ્વીકાર કરતા કે, ચિકિત્સા, એન્જિનિયરિંગ અને તકનીકી શિક્ષામાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે ભાષા મોટો અવરોધ રહ્યો છે. મોદી સરકારે પોતાની માતૃભાષામાં જ પરીક્ષા આપવાનો વિકલ્પ રજૂ કર્યો છે.