નકલી ગુટખા અને શેમ્પૂ બનાવતું કારખાનું સુરત: માસમા ગામ નજીક આવેલી ઇન્ડસ્ટ્રીમાં ગોડાઉન ભાડાપટે રાખી છેલ્લા એક માસ કરતા વધુ સમયથી બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ગુટખા તથા શેમ્પુ બનાવી બજારમાં નીચી કીમતે વેચવાનું મોટું કોભાંડ પકડાયું છે. રાજ્ય બહાર એક્સપોર્ટ કરવાની મોટા પાયે ચાલતી ગેરકાયદેસરની પવૃત્તિ ઓલપાડ પોલીસે પકડી પાડી છે. જોકે, પોલીસે આગળની કાર્યવાહી કરવા માટે, જેતે બ્રાન્ડની મૂળ કંપનીને જાણ કરી છે.
નકલી શેમ્યુ, ગુટખા અને તમાકુની ગેરકાયદેસરની પ્રવૃતિ: ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રી એસ્ટેટના પ્લોટ નંબર-૩૩ પર બનાવેલ ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્યુ તથા ગુટખા અને તમાકુ પેકિંગ કરી બજારમાં વેચાણ કરવાની ગેરકાયદેસરની પવૃત્તિ ચાલતી હોવાની ઓલપાડ પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક પટેલને મળેલી બાતમી મળી હતી જેના આધારે રેડ કરતા ગોડાઉનમાં પાંચ જેટલા મજૂરો શેમ્પુ તથા ગુટખા અને તમાકુ પેકિંગ કરવાની કામગીરી કરતા રંગેહાથ પકડાયા હતા. તેઓની પૂછપરછ કરતા આ કામગીરી કરવા માટેનું લાઇસન્સ કે પરમીટ તેમની પાસે ન હોવાનું બહાર આવ્યું હતું.
ઓલપાડ પોલીસ મથકના પીઆઇ સી.આર જાદવે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે તે મૂળ કંપનીના માણસોને જાણ કરવામાં આવી છે. હાલ આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.
50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે:પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા બ્રાન્ડેડ કંપનીના નામે તૈયાર કરાયેલા ગુટખા તેમજ શેમ્પુ અને તમાકુનો મોટો જથ્થો તથા તે બનાવવા માટે કામે લેવાતી ચીજવસ્તુ અને સાધન સામગ્રી તથા મશીનરી મળી કુલ 50,16,908 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી લીધો છે. ગોડાઉનમાં કામગીરી કરતાં મજુરોની પૂછપરછમાં મળેલી કબુલાત મુજબ સુરત શહેર યુસુફ મંઝીલ, ચોક બજાર, સિંધી વાળનો રહેવાશી અબ્દુલ હફીઝ ઉર્ફે રાજુભાઈ મહમદ શફી હિરાગલે ગોડાઉન ભાડે રાખી કારખાનું ચલાવતો હોવાનું જણાવતા પાંચની અટક કરી મુદ્દામાલ કબજે લીધો હતો.
ગુજરાત બહાર આ પ્રોડક્ટ મોકલવામાં આવતી હતી: સુરતનો અબ્દુલ હીરાગલ ગોડાઉન ભાડે રાખી છેલ્લા એક મહિનાથી આ કામ કરતો હતો. જયારે કારખાનામાંથી પકડાયેલ શંકાસ્પદ શેમ્પુ અને ગુટખા તથા તમાકુ બનાવવાની સામગ્રી રાજ્ય બહારથી લાવીને કારખાનામાં બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરી સ્થાનિક બજારમાં નીચી કીમતે વેચવા સાથે રાજ્ય બહાર પણ મોટા પાયે સપ્લાય કરતો હતો. જયારે કોઈપણ પરવાનગી કે મંજુરી વિના બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ ગુટખા અને શેમ્પુ તથા તમાકુ બનાવી વેચાણ કરવાના ગુનામા જવાબદાર વિરુદ્ધ કાયદાકીય ગાળિયો મજબુત કરવા પોલીસે ઊંડાણ પૂર્વકની તપાસ હાથ ધરી છે.
- શું તમે જૂનાગઢનું મૂળ નામ જાણો છો ? જૂનાગઢ શહેરના જાણ્યા અજાણ્યા 18 નામનો ઇતિહાસ - Junagadh city names History
- અમદાવાદ એરપોર્ટ ઉપર રાજ શેખાવતની અટકાયત - Raj Shekhawat Detained