મોરબી: વાંકાનેરના નકલી ટોલનાકા પ્રકરણમાં પોલીસે અગાઉ બે આરોપી ઝડપી લીધા બાદ વધુ ત્રણ આરોપીને ઝડપી પાડ્યાં હતા. જે આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા હતાં તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. જોકે, કુલ પાંચ માંથી ત્રણ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરતા કોર્ટે અરજી મંજુર કરી હતી અને ત્રણેય આરોપીનો જામીન પર છુટકારો થવા પામ્યો હતો
Fake toll booth: નકલી ટોલનાકા પ્રકરણમાં તમામ 5 આરોપીઓનો જામીન પર છુટકારો - undefined
ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલ વાંકાનેરના નકલી ટોલ નાકા પ્રકરણમાં તમામ 5 આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે. પોલીસે આ મામલે પહેલાં બે અને બાદમાં 3 આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ કરી કોર્ટે તેમને જેલ હવાલે કર્યા હતાં. આ દરમિયાન આરોપીઓની જામીન માટે અરજી કરતા કોર્ટે વધુ ત્રણ આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.

Published : Jan 23, 2024, 1:21 PM IST
|Updated : Jan 23, 2024, 4:36 PM IST
ત્રણનો જામીન પર છુટકારો: વાંકાનેર બોગસ ટોલનાકા પ્રકરણમાં પોલીસે અગાઉ બે આરોપી બાદ વધુ ત્રણ આરોપીઓ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાને ઝડપી લીધા હતા. આ આરોપીના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતા તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતાં અને કોર્ટમાંથી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ આરોપીઓની એડવોકેટ મયુરસિંહ પરમાર મારફત જામીન માટે અરજી કરી હતી.
તમામ પાંચ આરોપીઓ જામીન પર: જે જામીન અરજીમાં આરોપી તરફેના વકીલ મયુરસિંહ પરમારે ધારદાર દલીલો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા. જેના આધારે કોર્ટે ત્રણેય આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. વાંકાનેર ડુપ્લીકેટ ટોલનાકા પ્રકરણમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તમામ પાંચ આરોપીઓનો જામીન પર છુટકારો થયો છે.