કચ્છ: કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલને ખાનગી રાહે બાતમી મળેલ હતી. જેને ધ્યાનમાં રાખીને આડેસરના નાના રણ વિસ્તારમાં રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન 2 આરોપીઓ પાસેથી દેશી બનાવટની વિદેશી દારૂની 1005 બોટલો જપ્ત કરવામાં આવી છે. આડેસર પોલીસે બે જેટલા આરોપીઓ પાસેથી 1.65 લાખના દારૂના જથ્થા, 5000ની કિંમતનો મોબાઈલ અને 3 લાખની કિંમતના વાહન સહિત 4.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
એસએમસી દ્વારા 1.65 લાખનો દારૂનો જથ્થો ઝડ્પાયો, 2 આરોપીની ધરપકડ જ્યારે 4 આરોપી ફરાર - Liquor worth lakhs seized by SMC in Kutch - LIQUOR WORTH LAKHS SEIZED BY SMC IN KUTCH
કચ્છમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પૂર્વ કચ્છના આડેસર વિસ્તારના નાના રણ પાસેના વરણુંથી વછાડા જતા રોડ પાસે રેડ પાડવામાં આવી હતી. જે દરમિયાન 1.65 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 4 જેટલા આરોપીઓ હજુ પકડવાના બાકી છે., 1.65 lakh worth of liquor seized by SMC
બે આરોપીની ધરપકડ (Etv Bharat Gujarati)
Published : Jun 9, 2024, 4:50 PM IST
2 આરોપી ઝડપાયા 4 ફરાર: આ કેસમાં પોલીસે મહેશ લુણી અને દિલીપ ઠાકોર એમ 2 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ 4 જેટલા આરોપીઓ હજુ પકડવાના બાકી છે જેમાં દારૂનો ધંધો કરનાર દિલીપ ઠાકોર, દારૂ ભરેલ ગાડી લેવા આવનાર સ્લિમ, દારૂ ભરેલ ગાડી આપી જનાર અજાણ્યો માણસ અને ગાડીનો માલિકનો સમાવેશ થાય છે. એસ.એમ.સીએ આગળની કાયદેસરની કાર્યવાહી આડેસર પોલીસને સોંપી છે.