અમદાવાદ:હાલમાં જ સુપ્રીમ કોર્ટ અને વરિષ્ઠ વકીલોએ ભારતીય દંડ સહિતા આઈપીસીની કલમ 498-Aના કથિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલાઓને લઈને કલમ 498 અંગે જાણકારી સરળ ભાષામાં મેળવવાના લોકો પ્રયત્નો કરી રહ્યા છે. જેને લઈને હવે અહીં અમે સરળતાથી સમજી શકાય તેવી વિગતો રજૂ કરવા જઈ રહ્યા છે. જેમાં આ કલમનું નિર્માણ કેમ કરવામાં આવ્યું? અને આ કલમથી શું ફાયદો થઈ શકે છે? તેમજ આ કલમનો લાભ લઈ કેવી રીતે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે? તો આ અહેવાલમાં આજે આપણે જાણીશું કલમ 498-A વિશે વિષય વિસ્તૃત માહિતી...
આ કલમ અંગે ગુજરાત હાઇકોર્ટના વકીલ ઈકબાલ શેખે જણાવ્યું કે, ભારતની લોકસભાએ 498-A કલમમાં સુધારો કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સાસરિયા પક્ષ દ્વારા જે અત્યાચારો થતા હતા એ અત્યાચારોને રોકવા માટે 498-A ની સેકશનને ઉમેરવામાં આવ્યો છે. લગ્ન થયેલા મહિલાઓને રક્ષણ આપવામાં માટે આ સેક્શનને ઉમેરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહિલાઓ દ્વારા આ કલમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ 10 ડિસેમ્બરના રોજ જસ્ટિસ નાગરિતનમ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચ દ્વારા એ ખૂબ જ સીમાચિહ્ન રૂપ જજમેન્ટ 498-A ના દુરૂપ્રયોગ બાબતે આપવામાં આવ્યો છે.
વકીલ ઈકબાલ શેખે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ કલમ દ્વારા પતિના સગાસંબંધીઓને તદ્દન ખોટી રીતે ગુનાઓમાં સામેલ કરવામાં આવે છે. જેના કારણે આખા સમાજમાં ખોટો મેસેજ જાય છે. આ પ્રકારની વૃત્તિ સમાજમાં વધી રહી છે. આમ, પતિ પક્ષના લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તેની સામે સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો છે.