હૈદરાબાદ:પહેલા બગોદરા-વટામણ હાઇવે પર અકસ્માત થયો હતો. જે બાદ હવે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક આ ભયાનક ઘટના બની છે. મળતી માહિતી અનુસાર નડિયાદ નજીક બિલોદરા બ્રિજ પાસે એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે આવતી કારનું ટાયર ફાટી જતાં કાર ડિવાઇડર કૂદી રોડની સામેની તરફથી આવી રહેલા ટ્રક સાથે અથડાઇ ગઈ હતી. જેમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં.
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડીયાદ બિલોદરા બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. કારમાં કુલ પાંચ વ્યક્તિઓ સવાર હતા જેમાંથી ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
સમગ્ર પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ માટે ગયા હતા. ત્યાથી પરત આવતા સમયે ઘટના બની હતી. રાજસ્થાનથી સુરત જતા સમયે કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા કાર ડિવાઇડર કુદી રોંગ સાઇડ જતા સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી.