અમદાવાદઃ શહેરમાં મનપા દ્વારા અનેક પ્રી- સ્કૂલોને રાતોરાત કોઈપણ નોટીસ આપ્યા વિના સીલ કરી દેવામાં આવી છે. તેથી તમામ સાંચાલકોની સરકાર તેમજ કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી છે કે, જે પ્રી- સ્કૂલો પાસે હાલની ગાઈડલાઈન પ્રમાણેના ફાયર સેફટીના પુરતાં ઉપકરણો ઉપલબ્ધ છે તેવી તમામ પ્રી-સ્કૂલોના સીલ તાત્કાલીક ધોરણે દૂર કરવામાં આવે.
ફાયર સેફ્ટીની ચકાસણી કરી સીલ દૂર કરોઃ સીલ કરેલ તમામ પ્રી-સ્કૂલોને ફાયર સેફટીની ચકાસણી કરીને ખોલી આપવામાં આવે તેવી માંગણી પ્રી-સ્કૂલ એસોસિયેશન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત આવી તમામ પ્રી- સ્કૂલો કે જેમણે ઈમ્પેકટ (GRUDA)ના કાયદા હેઠળ ઉપયોગ ફેરફારની અરજી કરેલ છે તેવી તમામ પ્રી-સ્કૂલોની અરજીઓને અગ્રીમતા સાથે માંજૂરી આપવામાં આવે. આ સાથે સાંચાલકોની માાંગણી છે કે જે પ્રી-સ્કૂલો હાલમાં ચાલુ છે તેમજ ફાયર સેફટી ઉપકરણો લગાવેલ છે તેવી કોઈપણ પ્રી-સ્કૂલોની સીલીંગની કાયાવાહી ઉપર તાત્કાલીક ધોરણે રોક લગાવામાાં આવે.