અમદાવાદ : ભારતીય રેલવેના મિશન રફ્તાર અંતર્ગત પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડ્યું છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ રુટ પર પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી હતી.
"પલક ઝબકતા છૂ" દેશની પ્રથમ 20 કોચવાળી વંદે ભારત ટ્રેન, 130 kmph પૂરપાટ ઝડપે દોડી - Vande Bharat train - VANDE BHARAT TRAIN
અમદાવાદ-મુંબઈ રુટ પર 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ યોજાયું હતું. મિશન રફ્તાર હેઠળ યોજાયેલ આ ટ્રાયલમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી હતી.
Published : Aug 9, 2024, 6:53 PM IST
20 કોચવાળી ટ્રેનનું ટ્રાયલ :ભારતીય રેલવે વિભાગ દ્વારા ટ્રેન યાત્રાને ઝડપી અને સુરક્ષિત બનાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. જેના માટે મિશન રફ્તાર અંતર્ગત વિવિધ ટ્રેનના ટ્રાયલ યોજવામાં આવે છે. આ કડીમાં જ અમદાવાદ-મુંબઈ રુટ પર એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી હતી.
ભગવા રંગે રંગાઈ વંદે ભારત :અમદાવાદ શહેરમાંથી પસાર થતા ટ્રેક પર વંદે ભારત ટ્રેન પૂરપાટ વેગે નીકળતા શહેરીજનો જોવા ઉભા રહી ગયા હતા. નોંધનીય છે કે, આ નવી વંદે ભારત ટ્રેનમાં સફેદ રંગના કોચની જગ્યાએ ભગવા-કેસરી રંગના કોચ જોડાયા હતા.