અમદાવાદ: અમદાવાદના ગાંધી રોડ પર ઇલેક્ટ્રોનિક આઈટમ માટે ફેમસ બજાર છે. અમદાવાદનું સૌથી મોટું લાઈટ બજાર આ ગાંધી રોડ પર આવેલું છે. જ્યાં તમામ પ્રકારના વાયર, LED લાઇટ એસેસરીઝ, LED ફ્લોડસ અને POP લાઇટ્સ મળે છે. જેને ખરીદવા માટે દેશભરમાંથી લોકો આવે છે.
ગાંધી રોડ પર LED માટે સ્પેશિયલ બજાર
અંગે હોલસેલ લાઈટ વેપારી મૃગેશ શાહે જણાવ્યું હતું કે, અમદાવાદના ગાંધી રોડ પર LED માટે સ્પેશિયલ બજાર છે. જ્યાં એલઈડી મેન્યુફેક્ચરિંગ અને બધી સિરીઝની લાઈટ મળે છે અને હોલસેલમાં ઓલ ઓવર ઇન્ડિયામાં સેલ કરવામાં આવે છે. અમે LED સીરિઝ, ઝુમ્મર અને તમામ પ્રકારની લાઈટો બનાવીએ છીએ. ઓર્ડર પ્રમાણે બે થી ત્રણ દિવસમાં માલ બનાવીને આપવામાં આવે છે. અહીંયા રિઝનેબલ અને સારી ક્વોલિટીના પ્રોડક્ટ મળે છે. એટલે દૂર દૂરથી લોકો લેવા માટે આવે છે અને લોકોનો આ બધા ઉપર ભરોસો છે. દસ વર્ષથી અમે આ ધંધા સાથે જોડાયેલા છીએ.
'50 રૂપિયાની વસ્તી 25 રૂપિયામાં મળે'
તો બીજા એક વેપારી પપ્પુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, મોટી ઇવેન્ટ માટે જે પણ લાઈટો વાપરવામાં આવે છે. બધી જ લાઈટો અહીંયા મળે છે અને ખાસ કરીને ડેકોરેશનની બધી જ વસ્તુઓ, લાઈટ, LED લાઇટ્સ LED બોર્ડ અહીંયા મળે છે. નવરાત્રી, ગણપતિના તહેવારમાં અહીંયા પગ રાખવાની જગ્યા નથી રહેતી અને લગ્ન ગાળા સીઝનમાં પણ અહીંયા ડેકોરેશન માટેની બધી લાઈટો લઈ જાય છે. હૈદરાબાદ, દિલ્હી, મહારાષ્ટ્ર કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોથી પણ અહીંયા લાઈટ લેવા માટે લોકો આવે છે. જે વસ્તુ 50 રૂપિયાની મળે છે એ અહીંયા 25 રૂપિયાની મળે છે. દરેક દુકાનની અંદર 30 થી 40 કારીગરો આ ધંધાથી જોડાયેલા છે.