ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કેમ ? - Northern Railway train cancled - NORTHERN RAILWAY TRAIN CANCLED

અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત થશે. ઉત્તર રેલવેના લખનઉ મંડળમાં શાહગંજ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે આ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અને કઈ કઈ ટ્રેનોને અસર થશે જાણો..., Northern Railway train cancled

ટ્રેનનો પ્રતિકાત્મક ફોટો
ટ્રેનનો પ્રતિકાત્મક ફોટો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2024, 10:53 PM IST

ગાંધીનગર: ઉત્તર રેલવેના લખનઉ મંડળમાં શાહગંજ સ્ટેશન યાર્ડ રિમોડલિંગ કામના સંબંધમાં નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ અને અમદાવાદ-દરભંગા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો પ્રભાવિત થશે. જેની વિગતો નીચે પ્રમાણે છે:

  • નૉન ઈન્ટરલોકિંગ કામને લીધે રદ્દ થયેલી ટ્રેનો

1. 27 સપ્ટેમ્બર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.

2. 30 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન રદ્દ રહેશે.

  • માર્ગ પરિવર્તિત ટ્રેનો

1. તારીખ 22, 25, 27, 29 સપ્ટેમ્બર અને 02 ઓક્ટોબર 2024 ના રોજ અમદાવાદથી ઉપડનારી ટ્રેન નંબર 19165 અમદાવાદ-દરભંગા સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા બારાબંકી-ગોંડા-ગોરખપુર-છપરાના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન દરિયાબાદ, રૂદૌલી, સોહાવલ, અયોધ્યા કેન્ટ, અયોધ્યા ધામ, ગોસાઈગંજ, અકબરપુર, માલીપુર, શાહગંજ, ખોરાસન રોડ, આઝમગઢ, મુહમ્મદાબાદ, મઊ, રસડા, બલિયા તથા સુરેમનપુર સ્ટેશનો પર નહીં જાય.

2. તારીખ 23, 25, 28, 30 સપ્ટેમ્બર અને 02 તેમજ 05 ઓક્ટોબર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 19166 દરભંગા-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન સુરેમનપુર, બલિયા, રસડા, મઊ, મુહમ્મદાબાદ, આઝમગઢ, ખોરાસન રોડ, શાહગંજ, માલીપુર, અકબરપુર, ગોસાઈગંજ, અયોધ્યા ધામ, અયોધ્યા કેન્ટ, સોહાવલ, રૂદોલી તથા દરિયાબાદ સ્ટેશનો પર નહીં જાય.

3. તારીખ 23 સપ્ટેમ્બર 2024 ના રોજ દરભંગાથી ઉપડનારી ટ્રેન નંબર 09466 દરભંગા-અમદાવાદ સ્પેશિયલ પરિવર્તિત માર્ગ વાયા છપરા-ગોરખપુર-ગોંડા-બારાબંકીના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન શાહગંજ અને અયોધ્યા કેન્ટ સ્ટેશનો પર નહીં જાય.

ટ્રેનોના રોકાણ, સંરચના, માર્ગ અને સમય અંગે વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ પણ વાંચો:

  1. કીમ-કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર, NIA સહિતની સુરક્ષા એજન્સીઓના ઘટના સ્થળે ધામા - An attempt to overturn a train
  2. મધ્યપ્રદેશમાં આર્મીની સ્પેશિયલ ટ્રેનને પાટા પરથી ઉથલાવી ઉડાવી દેવાનું ષડયંત્ર! પાટા પરથી મળ્યા વિસ્ફોટકો - detonators found railway track

ABOUT THE AUTHOR

...view details