ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં લાગશે નવા 2 હજાર CCTV કેમેરા, કંટ્રોલરૂમથી થશે મોનિટરિંગ - AHMEDABAD CCTV CAMERA

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વધુ 2 હજાર CCTV કેમેરા લગાવી કંટ્રોલરૂમથી સીધું મોનિટરિંગ કરવાની યોજના અમદાવાદ મહાનગરપાલિકા તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદમાં લાગશે નવા 2 હજાર CCTV કેમેરા
અમદાવાદમાં લાગશે નવા 2 હજાર CCTV કેમેરા (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 7:30 AM IST

અમદાવાદ :શહેરમાં વિવિધ જંકશન પર ટ્રાફિકની સમસ્યા, અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા અને શહેરના વધતા જતા વિસ્તારને ધ્યાને રાખીને બધી જગ્યાઓ પર કંટ્રોલ રૂમ દ્વારા નજર રાખી શકાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા વધુ નવા 2,000 સીસીટીવી કેમેરા લગાડશે.

અમદાવાદમાં લાગશે 2,000 CCTV કેમેરા :અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના વિવિધ જંકશન અને વિસ્તારોમાં તબક્કાવાર 2,000 CCTV કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં લાગશે નવા 2 હજાર CCTV કેમેરા (ETV Bharat Gujarat)

કંટ્રોલ રૂમમાંથી થશે મોનિટરિંગ :અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે “અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તાર ડેવલપ થતો જાય છે, નવા એરિયા બનતા જાય છે. પરિણામે લગભગ 2 હજાર જેટલા કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવશે, જેનું કંટ્રોલ રૂમમાંથી આયોજન થઈ શકશે. અમદાવાદનાં મુખ્ય જંકશન છે ત્યાં પહેલા 24 મીટર, 30 મીટરના રોડ બાદ તબક્કાવાર કેમેરા લગાડવામાં આવશે.

તબક્કાવાર પૂર્ણ થશે કામગીરી : આમ શહેરમાં સુવિધા વધે અને બધી બાબતો પર કંટ્રોલ રૂમથી સીધી નજર રાખી શકાય તે માટે 2 હજાર કેમેરા લગાડવાનું આયોજન કરવામાં આવેલ છે. પહેલા મુખ્ય જંકશન, 24 મીટર, 30 મીટર રોડ અને ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારમાં એમ તબક્કાવાર CCTV કેમેરા લગાડવામાં આવશે.

  1. AMC કરશે ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી, જાણો કેટલાં કેટલા કર્મચારીની કરાશે ભરતી
  2. અમદાવાદ ચારતોડા કબ્રસ્તાનમાં ગેરકાયદેસર જમીન કબજાના વિવાદ મામલે સ્ટે ઓર્ડર

ABOUT THE AUTHOR

...view details