ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: હત્યા કેસમાં પૈસા લઈ ખોટી જુબાની આપનાર બે ભાઈઓને કોર્ટે જેલની સજા અને દંડ ફટકાર્યો

કેસના ફરિયાદી તવારીક અને કેસના મુખ્ય સાક્ષી પૈકી એક ગુલફામ, બે ભાઈઓએ આરોપીઓ સાથે મળી જઈ નામદાર કોર્ટમાં રૂબરૂ સોગંદ ઉપર ખોટી જુબાની આપેલી.

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

અમદાવાદ સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ (ફાઈલ તસવીર)
અમદાવાદ સિટી એન્ડ સિવિલ સેશન્સ કોર્ટ (ફાઈલ તસવીર) (ETV Bharat Gujarat)

અમદાવાદ:હત્યાના કેસમાં સોગંદ ઉપર ખોટી જુબાની આપનાર બે ભાઈઓને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 1 મહિનાની સજા અને 300 રુપિયાનો દંઽ ફટકાર્યો છે. સેશન્સ કોર્ટે પૈસા લઈને ફરી જતા સાક્ષીઓ માટે સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?
કેસની વિગતો મુજબ, 20 મે 2019ના રોજ આરોપી મુબારક, સાજીદ આસિફ અને એક સગીર આરોપીએ ભેગા મળીને વટવા કેનાલની પાસે એક યુવકની જાહેરમાં હત્યા કરી નાખી હતી. જે અંગેનો કેસ નામદાર સેશન કોર્ટમાં ચાલતો હતો. સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસને મૃતકની માતા વતી એડવોકેટ શમશાદ પઠાણ એડવોકેટ ઈમ્તિયાઝ પઠાણ અને એડવોકેટ અસલમ બેલીમ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

સાક્ષીએ ખોટી જુબાની આપતા કોર્ટની કાર્યવાહી
આ કેસ ચાલતો હતો તે દરમિયાન આ કેસનો ફરિયાદી તવારીક અને કેસના મુખ્ય સાક્ષી પૈકી એક ગુલફામ, બે ભાઈઓએ આરોપીઓ સાથે મળી જઈ નામદાર કોર્ટમાં રૂબરૂ સોગંદ ઉપર ખોટી જુબાની આપેલી. જેથી મૃતકની માતા તરફથી એડવોકેટ શમશાદ પઠાણે સોગંદ ઉપર ખોટી જુબાની આપવા બદલ આ બંને ભાઈઓ પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કરેલી. જેને નામદાર કોર્ટે માની લઈ આ બંને ભાઈઓની સામે સમરીનો ટ્રાયલનો હુકમ કરી નામદાર કોર્ટ રૂબરૂ નોટિસ કાઢી હાજર રાખીને સમરી ટ્રાયલની સુનવણી કરી. આ બંને ભાઈઓને નામદાર કોર્ટે 1 મહિનાની સજા અને 300 રુપિયાનો દંઽ કર્યો હતો.

હત્યા કેસના આરોપીને કોર્ટે કરી સજા
આ અગાઉ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ બી.બી. જાદવે એક મહત્વનો ચુકાદા આપતા હત્યાના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. હવે ફરિયાદી અને સાક્ષી વિરુદ્ધ તેમના નિવેદનો પાછા ખેંચવા બદલ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો:

  1. VIDEO: ભુજમાં વરસાદની તોફાની બેટિંગ, 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદથી અનેક વિસ્તારો પાણી-પાણી
  2. અમદાવાદમાં બ્યુટીપાર્લર ચલાવી યુવતી 58.95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજકોટમાંથી ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details