સુરત: સુરતના ડુમ્મસ વિસ્તારમાં વર્ષ 2021માં વૃદ્ધ ભુપેન્દ્ર પટેલના ઘરે ઘુસી તેમના હાથ પગ બાંધીને લૂંટ વિથ મર્ડર કરનાર બે આરોપીઓની સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ધરપકડ કરી છે. આરોપીઓ મુંબઈમાં પણ 160 કરોડની લૂંટની ઘટનાને અંજામ આપી ચૂક્યા છે. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરવા માટે વેશ પલટો કર્યો હતો.
વૃદ્ધને લૂંટીને તેનું મર્ડર કર્યુ: 2 એપ્રિલ 2021 ના રોજ સુરત શહેરના ડુમ્મસ વિસ્તાર ખાતે આવેલા વાડી ફળિયામાં ભુપેન્દ્ર પટેલના ઘરે મોડી રાત્રે 8 જેટલા લોકો આવીને તેમના હાથ પગ બાંધી દીધા હતા અને તેમની કરપીણ હત્યા કરી નાખી હતી. એટલું જ નહીં તેમના ઘરમાં લૂંટ ચલાવી નાસી ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ આ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપીઓ મહારાષ્ટ્રમાં છે. આરોપીઓની માહિતી મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહારાષ્ટ્રના થાણે જવા રવાના થઈ હતી.
કલ્યાણથી કરી ધરપકડ:સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ જ્યારે થાણે પહોંચી ત્યારે વેશ પલટો કરીને 34 વર્ષીય જોસુવા રાજેન્દ્રન અને 35 વર્ષીય સુશાંત પાનીગ્રાહીની ધરપકડ કરી છે. આરોપીઓ કલ્યાણથી મળી આવ્યા હતા. ત્રણ વર્ષ પહેલા વૃદ્ધના ઘરે લૂંટ વિથ મર્ડર કરનાર આ આરોપીઓની જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અન્ના નામના આરોપીના મિત્ર વિશાલ અને તેના મિત્રો તેની પાસે આવ્યા હતા અને ડુમ્મસ ખાતે જમીન વેચાણમાં આશરે ચાર કરોડ રૂપિયા એક બંગલામાં પડેલા છે. તે અંગેની માહિતી આપી હતી.
લૂંટ માટે બે બાઈક ચોરી કરી:વિશાલ અને તેના મિત્રોએ અન્નાને જણાવ્યું હતું કે, આ બંગલામાં વૃદ્ધ એકલો રહે છે અને ત્યાં જઈને લૂંટ કરવાની છે. વિશાલ અને અન્ના સહિતના લોકોએ ભાડાની કાર લઈને સુરત પહોંચ્યા હતા. ડુમ્મસના બંગલામાં લૂંટ કરવા માટે તેમની પાસે વાહન નહોતા જેથી તેઓએ પુણાગામથી બે બાઈક ચોરી કરી હતી. આ સાથે જે બંગલામાં લૂંટ કરવાની હતી તે બંગલાની રેકી પણ કરી હતી. આરોપીઓને એક મહિલા દ્વારા ટીપ આપવામાં આવી હતી.
મહિલાએ ટીપ આપી હતી: આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, આ તમામ આરોપીઓ સુરત આવ્યા બાદ મોડી રાત્રે વૃદ્ધના બંગલામાં પહોંચ્યા હતા જે મહિલાએ ટીપ આપી હતી. તે મહિલા ઘરની પાછળનો દરવાજો ખોલી ઘરમાં ઘૂસી હતી. આરોપીઓએ મકાનના દરવાજા અને તાળા તોડી નાખ્યા હતા. વૃદ્ધ ભૂપેન્દ્રભાઈ જાગી જતા તેઓને પિસ્તોલ બતાવીને તેમને ચાદર વડે મોઢું દબાવીને તેમના હાથ પગ બાંધી દીધા હતા. અને તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી ચાર લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
મુંબઈમાં પણ લૂંટની ઘટના હાજરી હતી: આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, આરોપીઓ ટીપના આધારે લૂંટની ઘટનાને અંજામ આપે છે. ખાસ કરીને જે ઘરમાં લોકો એકલા રહે છે. તેઓ આવા ઘરને ટાર્ગેટ કરે છે. માત્ર સુરત જ નહીં અન્ય જગ્યાઓ પર પણ આ લોકોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યા છે. તેઓએ મુંબઈના બદલાપુર ખાતે આવેલા વાંગડી હાઇવે નજીક એક બંગલામાં 160 કરોડ રૂપિયાની લૂંટ માટે કાવતરું રચ્યું હતું. અગાઉ તેઓએ રેકી પણ કરી હતી. હાલ આ સુરતની ઘટનામાં અન્ય આરોપીઓ પણ સામેલ છે તે અંગેની તપાસ ચાલી રહી છે. આ બંને આરોપીઓ પાસેથી અન્ય આરોપીઓ ક્યાં છે અને કોણ છે તે અંગેની તપાસ કરવામાં આવશે.
- સુરતમાં યુવતીને લગ્નના સાત દિવસ બાદ ભગાવી લાવનાર યુવકે મામાની કરી હત્યા - surat crime
- પ્રેમમાં આંધળી માતા, પ્રેમસંબંધમાં કાંટો બનેલા ત્રણ વર્ષીય પુત્રનું કાસળ કાઢ્યું - Surat Crime