ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Accident: તરસાડી ગામ નજીક બાઈક પર સવાર બે યુવકોને ડમ્પર ચાલકે અડફેટે લીધા, એકનું મોત - Surat Accident

સુરતના તરસાડી ગામ નજીક ડમ્પર ચાલકે મોટર સાઇકલ પર સવાર બે યુવકોને અડફેટે લેતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

Surat Accident
Surat Accident

By ETV Bharat Gujarati Team

Published : Feb 22, 2024, 8:39 AM IST

ડમ્પર ચાલકે મોટર સાઇકલ પર સવાર બે યુવકોને અડફેટે લેતા એક યુવકનું મોત

સુરત: તરસાડી પીજીપી ગ્લાસ કંપની નજીકથી પસાર થઈ રહેલા મોટર સાઇકલ પર સવાર બે યુવકોને ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. જેમાં બાઇક સવાર એક યુવકનું ગંભીર ઈજાના કારણે ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. બનેલ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર તરૂણભાઇ દોલતભાઇ પરમાર મિત્ર પરેશભાઇ પરમાર સાથે તરસાડી પીજીપી ગ્લાસ કંપની નજીકથી પસાર થઈ રહ્યા હતા. જે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલા ડમ્પરના ચાલકે પોતાના કબ્જાનું ડમ્પર ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ આગળ ચાલી રહેલા બાઇક ચાલકને અડફેટમાં લઇ અકસ્માત સર્જી ચાલક ડમ્પર મુકીને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

જોકે અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક પરેશભાઈ પરમારને માથાના તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. તેમજ પાછળ બેઠેલ તરૂણભાઈ પરમારને નાની મોટી ઈજાઓ થતા જેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગેની જાણ કોસંબા પોલીસને કરવામાં આવતા બનાવનાં સ્થળે દોડી આવેલી પોલીસે કસુરવાર ડમ્પર ચાલક વિરૂધ 279, 337, 338, 304(એ), 177, 184 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

કોસંબા પોલીસ મથકના જમાદાર અરવિંદભાઈએ જણાવ્યું હતું કે બનેલ અકસ્માતની ઘટનાને લઇને કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે હાલ ઇજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  1. The success story of Amul: અમૂલ શ્વેતક્રાંતિની કહાની છે દમદાર, અમૂલ- GCMMFLને 50 વર્ષ પૂર્ણ
  2. PM Modi In Gujarat: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, સવારે 10.30 કલાકે પહોંચશે અમદાવાદ

ABOUT THE AUTHOR

...view details