શું છે ઘટના: માંડવી તાલુકાના સઠવાવ ગામનો યુવાન ધુળેટીના તેેહેવાર નિમિત્તે પોતાના બેન-બનેવી તથા મિત્રો સાથે લાખી ડેમ ખાતે નાહવા ગયો હતો. ધૂળેટી પર્વ પર નાહવા પડેલા મિત્ર વર્તુળમાં સઠવવાનો યુવાન ડેમના ઉડા પાણીમાં ગરક થઈ જતાં બૂમાબૂમ કરતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ માંડવી ફાયરની ટીમે પણ શોધખોળની ભારે જહેમત ઉઠાવી હતી. 24 કલાક બાદ યુવાનની લાશ મળી આવી હતી.
યતીન પરીવારમાં એકનો એક પુત્ર: સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર સઠવાવ ગામનો રહીશ યતીનભાઈ મિનેશબાઈ ચૌધરી (21) કે જે પરિવારમાં એક માત્ર પુત્ર હતો. તે માંડવી ખાતે ટુવ્હીલ શોરૂમમાં કામ કરતો હતો. તે ધૂળેટીના દિવસે પોતાના બેન બનેવી તથા મિત્રો સાથે ધૂળેટી રમ્યો હતો. ત્યારબાદ તેઓ નજીકના લાખીડેમના પાણીમાં નાહવા પડયા હતાં. ડેમમાં નાહતી વખતે યતીન ડેમમાં ઉડાણ વિસ્તારમાં પહોંચી ગયો હતો.