જૂનાગઢના આ શિક્ષક શિખવે છે ગીતો દ્વારા ગણિત (ETV Bharat Gujarat) જૂનાગઢ: આજે શિક્ષક દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે જુનાગઢના શાપુર પ્રાથમિક શાળાના શિક્ષક કુણાલ મારવાણીયા વિદ્યાર્થીઓના મનમાં અઘરા વિષય તરીકે ગણાતા ગણિતને સરળ અને એકદમ સહજતાથી શીખી શકાય તેવા માધ્યમથી ગણિત વિષયનું શિક્ષણ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. કુણાલ મારવાણીયાએ ગણિત જેવા વિદ્યાર્થીઓને લાગતા અઘરા વિષયને ગીત અને સંગીતના માધ્યમથી એકદમ સરળ બનાવી આપ્યો છે જેને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ખૂબ જ હોશભેર આવકારી રહ્યા છે.
શાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ (ETV Bharat Gujarat) જ્ઞાન અને ગમ્મતની સાથે સંગીતમય ગણિતનું શિક્ષણ:આજે શિક્ષક દિવસની ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે શિક્ષણ પ્રણાલીમાં હવે વિદ્યાર્થીઓના મનને શિક્ષણ પ્રત્યે આકર્ષિત કરી શકાય તે પ્રકારે શિક્ષણના નવા અભિગમો શિક્ષકો પોતાની કોઠા સૂઝથી અને કેટલીક જગ્યા પર વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો મેળવીને શરૂ કરી રહ્યા છે. જેને વિદ્યાર્થીઓ પણ ખૂબ જ આવકાર આપી રહ્યા છે.
જૂનાગઢના આ શિક્ષક શિખવે છે ગીતો દ્વારા ગણિત (ETV Bharat Gujarat) જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાની શાપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા કુણાલ મારવાણીયાએ વિદ્યાર્થીઓના મનમાં અઘરા ગણાતા ગણિત વિષયને એકદમ સરળ અને બાળકોને સહજતાથી સમજાઈ જાય તે પ્રકારે ગણિતના વિષયનું શિક્ષણ આપવાની શરૂઆત કરી છે. પાછલા કેટલાક વર્ષોથી ગણિત શિક્ષક કુણાલભાઈ મારવાણીયા વિદ્યાર્થીઓને ગણિતનું શિક્ષણ ગીત સંગીત અને યોગના માધ્યમથી પણ કરાવતા જોવા મળે છે.
શાપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ (ETV Bharat Gujarat) ગમ્મત સાથે ગણિતનું જ્ઞાન વિદ્યાર્થીઓએ આવકાર્યું:શાપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ગમ્મત સાથે ગણિતના શિક્ષણને ખૂબ જ આવકારી રહ્યા છે પહેલા ગણિત જેવો અઘરો મનાતો વિષય એકદમ નિરસ અને ગાણિતિક સૂત્રોની આંટીઘૂંટીમાંથી પસાર થતો હતો. જેને કારણે વિદ્યાર્થીઓ ગણિત પ્રત્યે જાણે કે અજાણે પોતાનું દુર્લક્ષ સેવતા હતા. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓની મનો વ્યથા સમજીને ગણિત શિક્ષક દ્વારા ગણિત જેવા વિષયમાં જ્ઞાન સાથે ગમત અને સંગીતનો સહારો લઈને વિદ્યાર્થીઓ ખુદ ગણિતના શિક્ષણમાં પોતાની જાતને ઝંપલાવે તે પ્રકારની એક નવી શિક્ષણ પદ્ધતિનો અમલ શરૂ કરીને આજે પ્રાથમિક શાળાના બાળકોને જ્ઞાનગમ્મત અને સંગીતના માધ્યમથી ગણિત વિષયનું શિક્ષણ આપી રહ્યા છે જેને વિદ્યાર્થીઓ પણ હવે ખૂબ જ હોશભેર આવકારી રહ્યા છે.
જૂનાગઢના આ શિક્ષક શિખવે છે ગીતો દ્વારા ગણિત (ETV Bharat Gujarat) આ પણ વાંચો:
- અમદાવાદના જાણીતા આનંદ દાળવડાનું બોલિવૂડ કનેકશન, જાણો ધંધાને કેવી રીતે પહોંચાડ્યો રોજના રૂ. 2થી 27 હજાર સુધી - Ahmedabad Rain and Dalwada
- ડોલવણના પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ફરી વળ્યા, NDRF ટીમે 200 થી વધુ બાળકોનું રેસ્ક્યુ કર્યું - Tapi rain update