મોરબી: મૂળ દાહોદના વતની અને હાલ સજનપર ગામે વાડીએ રહીને મજુરી કરતા જયેશકુમાર પારસિંગ ભાભોરે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ગત તારિખ ૨૭ જુનના રોજ રાત્રીના ફરિયાદી જયેશ, તેની પત્ની સરોજ, દીકરો યુવરાજ અને નાના ભાઈ રમેશ, તેની પત્ની સીનું સહિતના સીએનજી રીક્ષામાં બેસી સજનપર ગામે જતા હતા. એવામાં ઘુનડા ગામની બહાર આવેલ તબેલાથી થોડે આગળ પહોંચતા એક ડમ્પર ફૂલ સ્પીડમાં આવી રિક્ષાને ઠોકર મારી હતી રીક્ષા ડમ્પર સાથે અથડાતા ડમ્પરની એન્ગલ દીકરા યુવરાજના માથાના ભાગે વાગી હતી. ફરિયાદીના પત્નીને પણ પગમાં ઈજા પહોંચી હતી તેમજ રીક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.
ટંકારાના ઘુનડા નજીક ડમ્પર-રીક્ષા અથડાતા માસૂમનું મોત, માતા અને રીક્ષાચાલકને ગંભીર ઈજા - Rickshaw and dumper accident - RICKSHAW AND DUMPER ACCIDENT
મોરબીના ટંકારામાં ઘુનડા ગામ નજીક ડમ્પર અને રિક્ષા અથડાતાં રીક્ષામાં સવાર માસૂમનું મોત થયું છે, તેની માતા અને રિક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચી છે. ટંકારા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. Rickshaw and dumper accident in Morbi
![ટંકારાના ઘુનડા નજીક ડમ્પર-રીક્ષા અથડાતા માસૂમનું મોત, માતા અને રીક્ષાચાલકને ગંભીર ઈજા - Rickshaw and dumper accident ટંકારાના ઘુનડા નજીક ડમ્પર-રીક્ષા અથડાતા એક માસૂમનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-07-2024/1200-675-21869900-thumbnail-16x9-jpg.jpg)
ટંકારાના ઘુનડા નજીક ડમ્પર-રીક્ષા અથડાતા એક માસૂમનું મોત (Etv Bharat Gujarat)
Published : Jul 4, 2024, 7:10 PM IST
બાળકનું માથું ફાટી જતા મૃત્યુ: જ્યાં દીકરા યુવરાજનં માથું ફાડી નાખી ગંભીર ઈજા પહોંચાડતા તેનું મોત થયું હતું જયારે પત્ની અને રીક્ષા ચાલકને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ પી એસ આઈ પી એસ સેડા ચલાવી રહ્યા છે.