સુરત: સુરતમાં રખડતા શ્વાન સાથે હવે પાલતુ શ્વાનનો આતંક પણ જોવા મળી રહ્યો છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ પ્રવીણભાઈ કે જેઓ એસબીઆઇ બેન્કમાં મેનેજર તરીકે કામ કરે છે. તેમનો 5 વર્ષનો પુત્ર આવીક ગઈકાલે તેમની સાથે એપાર્ટમેન્ટ નીચે રમવા જઈ રહ્યો હતો. તે દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળતા જ તેજ એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ દુબે જેઓ પોતાની પાસે પાલતું શ્વાન રાખ્યું છે. તે શ્વાન દ્વારા આવીક ઉપર હુમલો કરી ઝાઘની બાજુએ બચકું ભરી લીધું હતું. જે સમગ્ર ઘટના લિફ્ટમાં લગાવામાં આવેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી. જોકે સમગ્ર મામલો બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ:આ બાબતે એસીપી ઝેડ.આર.દેસાઈએ જણાવ્યું કે, 'પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા એક પિતા-પુત્ર લિફ્ટમાંથી ઉતરી રહ્યા હતા. તે દરમિયાન લિફ્ટમાંથી બહાર નીકળતા જ એક પાલતુ શ્વાન દ્વારા પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જે મામલે પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં શ્વાન માલિક તથા અન્ય બે લોકો એમ કુલ ત્રણ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, ફરિયાદીના પુત્રને શ્વાન દ્વારા ઝાઘ ઉપર બચકું ભરી લેવામાં આવ્યું છે.'