વલસાડની મોબાઈલની દુકાનમાં થયો પથ્થરમારો (ETV Bharat Gujarat) વલસાડ: વલસાડ શહેરના ભર બજારમાં આવેલી આવા બાઈ સ્કૂલની સામે એક મોબાઇલની દુકાનના કાચના ગેટ ઉપર મોડી રાત્રે 8 વાગ્યાની આસપાસ કોઈક અજાણ્યા ઈસમે પથ્થરમારો કરતા કાચ તૂટી ગયો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જો કે આ કૃત્ય કોના દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરતાં એક યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના દ્વારા છ માસ પહેલા તેનો મોબાઇલ રીપેર નહીં કરી આપી તેમ જ સંતોષકારક મોબાઇલ સંચાલકે જવાબ ન આપતા પુર્વાગ્રહ રાખી યુવકે પથ્થર મારી દુકાનનો કાચ તોડી નાખ્યો હતો.
વલસાડની મોબાઈલની દુકાન (ETV Bharat Gujarat) વલસાડના ભર બજારમાં બનેલી ઘટનાથી ફફડાટ: વલસાડ શહેરના ભર બજાર એટલે કે આવા બાઈ સ્કૂલની સામેના વિસ્તારમાં આવેલી પુજારા ટેલિકોમ નામની એક દુકાનમાં મોડી રાત્રે 8:00 વાગ્યાની આસપાસ રોડ ઉપરથી પસાર થઈ રહેલા કોઈક અજાણ્યા યુવકે રાત્રિના સમયે મોબાઇલની દુકાનનો બહારના ગેટ ઉપર પથ્થર મારતા કાચનો દરવાજો તૂટી જવા પામ્યો હતો. અચાનક બનેલી આ ઘટનાને પગલે દુકાનદાર તેમજ રોડ ઉપરથી પસાર થતા અનેક લોકો દોડી આવ્યા હતા. ઘટનાને પગલે ભય ફેલાયો હતો.
દુકાનના ગેટ પર પથ્થરમારો (ETV Bharat Gujarat) અચાનક બનેલી ઘટનાને પગલે આસપાસના દુકાનદારો ભેગા થયા: ભર બજારમાં અજાણ્યા ઇસમે રાત્રિના સમયે પથ્થર મારી કાંચનો દરવાજો તોડી નાખતા આસપાસના દુકાનદારો પણ એકત્રિત થઈને ટોળે વળી ગયા હતા. તેમજ આ કૃત્ય કોણે કર્યું છે અને કેમ કરવામાં આવ્યું છે તે બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
પથ્થરમારો કરનાર ઇસમ (ETV Bharat Gujarat) વલસાડ પોલીસ સતર્ક બની હતી: સુરતમાં ગતરોજ ગણેશ પંડાલમાં પથ્થર મારવાની ઘટના બાદ વલસાડ પોલીસ પણ સતર્ક બની હતી. તેમજ રાત્રિ દરમિયાન વલસાડના મોબાઇલની દુકાનના કાચના દરવાજા ઉપર પથ્થર મારી કાચ તોડી નાખવાની ઘટના સામે આવતા એસપી ડીવાયએસપી તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે ધસી આવી હતી. તેમજ પથ્થર મારનારો ઈસમ કોણ છે? તે બાબતની તપાસ જોર શોરથી શરૂ કરી હતી.
સીસીટીવી અને હ્યુમેન ઇન્ટેલિજન્સીના આધારે તપાસ આદરી: ઘટનાની ગંભીરતા જોતા લોકોમાં ભય ન ફેલાય તે માટે લોકોને ચિંતામુક્ત રહેવા જણાવ્યું હતું. સાથે જ પોલીસે ઘટના સ્થળે પહોંચી મોબાઇલની દુકાનદાર અને તેની આસપાસના વિસ્તારની દુકાનોમાં આવેલા અનેક સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા. જે બાદ એક યુવક રોડ ઉપર આવી દુકાનમાં પથ્થર મારતો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ આ યુવક કોણ છે અને કયા કારણોસર તેણે પથ્થરમારો કર્યો તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
પોલીસે ગણતરીની મિનિટોમાં યુવકને ઝડપી લીધો: વલસાડ એસપીના જણાવ્યા અનુસાર રાત્રી દરમિયાન પોલીસે અનેક સીસીટીવી કેમેરાઓ અને તમામ વિગતો તપાસ કર્યા બાદ આખરે પથ્થર મારનારા યુવાનને ગણતરીની મિનિટોમાં દબોચી લીધો હતો. યુવકે આકૃતિઓ કેમ કર્યું તે અંગેની સઘન પૂછપરછ હાથ ધરી હતી જે બાબતે આ યુવાકે જણાવ્યું કે છ માસ અગાઉ મોબાઈલ રીપેરીંગ કરવા પહોંચ્યો હતો પરંતુ દુકાન સંચાલકે સંતોષકારક જવાબ ન આપતા પૂર્વગ્રહ રાખી યુવકે દુકાન ઉપર પથ્થર માર્યો હતો.
6 માસ પેહલાનું ખુન્નસ પથ્થર મારીને કાઢ્યું:પકડાયેલા યુવક ધવલ ટંડેલે છ માસ પહેલા પુજારા મોબાઈલમાં પોતાનો મોબાઈલ સ્ટોર ઉપર રીપેર કરવા આપ્યો હતો. પરંતુ આ મોબાઇલ રીપેર થઈ શકે તેમ ન હોવાથી દુકાનદારે તેને રીપેર કરવાની ના પાડી હતી. તેમજ મોબાઇલ અંગે કોઈ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનું ધવલને જણાવ્યું હતું. જે બાદ દુકાનદાર સામે તેને ભારે ગુસ્સો હતો. જે જોતા ગતરોજ પોતાનું ખૂન્નસ કાઢવા માટે આ યુવકે પુજારા મોબાઈલની દુકાનની સામે સાંજે 8:00 વાગ્યાની આસપાસ પહોંચી પથ્થર મારી દુકાનનો કાચનો ગેટ તોડી નાખ્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ધવલ ટંડેલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
- આ શું થઈ રહ્યું છે? 71 લાખની ચોરીની ઘટનામાં પોલીસે ફરિયાદીને ઢોર માર માર્યો, કોર્ટે આપ્યા તપાસના આદેશ - banaskantha crime
- ફરી કાંકરીચાળો ! નખત્રાણાના કોટડા જરોદર ગામે ગણપતિની મૂર્તિ ખંડિત, 3 સગીર સહિત 7 આરોપીઓ ઝડપાયા - Kutch Ganapati pandal stone pelting