સુરત: શહેરના સચિન પાલિગામ વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ નિર્માણ થયેલી બિલ્ડીંગ એકાએક ઘરાશાઈ થઈ તૂટી પડતા બિલ્ડિંગમાં રહેતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કેટલાક લોકો બિલ્ડિંગમાં કાટમાળ નીચે દબાયા હોવાની શંકા હોવાથી ઘટના સ્થળે પહોંચેલ ફાયર પોલીસની ટિમો દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. ઘટનામાં ઇજાગ્રસ્ત તમામને સારવાર અર્થે નજીકની ખાનગી અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જો કે બિલ્ડીંગ એકાએક ઘરાશાઈ થઈ તૂટી પડવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી.ઘટના ના પગલે સુરત જિલ્લા કલેકટર સહિત મહાનગરપાલિકાની ટિમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બિલ્ડીંગ સ્ટ્રક્ચર અંગેની તપાસ હાથ ધરી છે.
બસ પાંચ વર્ષ જૂની બિલ્ડીંગ થઈ એકાએક ધરાશાયી, 15 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત - A building collapsed in surat - A BUILDING COLLAPSED IN SURAT
સુરત શહેરમાં પાંચ વર્ષ અગાઉ નિર્માણ થયેલી બિલ્ડીંગ એકાએક ઘરાશાઈ થઈ તૂટી પડતા બિલ્ડિંગમાં રહેતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે કેટલાક લોકો બિલ્ડિંગમાં કાટમાળ નીચે દબાયા હોવાની શંકા પણ કરવામાં આવી રહી છે. જાણો વધુ વિગતો...
Published : Jul 6, 2024, 6:57 PM IST
બિલ્ડિંગ શા કારણે પડી: ઘટના બનતા સુરત જિલ્લા ક્લેકટર અને ઇન્ચાર્જ પાલિકા કમિશ્નર ડો.સૌરભ પારધી તેમજ પાલિકાની ટિમ પણ સ્થળ પર દોડી હતી.પાલિકા દ્વારા બિલ્ડીંગના સ્ટ્રક્ચર અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે બિલ્ડીંગ કઈ રીતે એકાએક તૂટી પડી તેનું સ્પષ્ટ કારણ હાલ બહાર આવી શક્યું નથી. ઘટના બન્યા છતાં બિલ્ડીંગનો માલિક જગ્યા પર ફરકયો પણ નહોતો.જ્યાં બિલ્ડીંગ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી હોવાની શંકા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ તો ઘટના અંગે ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ બિલ્ડીંગ ઘરાશાઈ થવાની આ ઘટનામાં મોતની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.