નર્મદા: જિલ્લામાં 75મો વન મહોત્સવ રાજપીપલા સરદાર ટાઉન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ફરી ચૈતર વસાવા અને અધિકારીઓ પર વિફર્યા હતા. વન મહોત્સવના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ડી.ડી.ઓ, ડી.આર.ડી.એ. ડાયરેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ડી.એફ.ઓ હાજર ન રહેતા સાંસદ મનસુખ વસાવા ગુસ્સે થયા હતા, અને ફોરેસ્ટ વિભાગે શુ કામગીરી કરી છે. તેનો હિસાબ આપવો પડશે. તેમ કહ્યું હતું.
નર્મદામાં 75મો વન મહોત્સવ યોજાયો, મનસુખ વસાવાએ ધારાસભ્ય પર કર્યા આક્ષેપ - 75th forest festival - 75TH FOREST FESTIVAL
નર્મદામાં રાજપીપલા સરદાર ટાઉન ખાતે 75મો વન મહોત્સવ યોજાયો હતો. જેમાં નર્મદા સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓ પર વિફર્યા હતાં.જાણો વિગતે અહેવાલ..., 75th forest festival held sardar patel town in Narmada
Published : Aug 14, 2024, 5:21 PM IST
વન મહોત્સવની નિમંત્રણ પત્રિકામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પણ નામ હતું. પરંતુ તેઓ હાજર ન રહ્યાં તે બાબતે પણ સાંસદે કહ્યું કે, "ત્યાંના આગેવાન છે તો એમને હાજર રહેવું જોઈતું હતું." સાથે ચૈતર વસાવા પર આક્ષેપ કરતા સાંસદે કહ્યું કે ડેડીયાપાડા વિસ્તારોમાં ધારાસભ્ય જ જંગલ કાપો કાપો કરી રહ્યા છે.
ફોરેસ્ટ વિભાગે હિસાબ આપવો પડશે: મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે એક રાજકીય આગેવાન થઈને ફોરેસ્ટની જમીનમાં પોતે મકાન બનાવી દીધું છે અને આજુબાજુની જમીન પોતે અને તેમના પરિવાર ના લોકો ખેડી રહ્યા છે, એકલો મનસુખ વસાવા બોલતો રહેશે એ નહિ ચાલે બધા એ બોલવું પડશે. જો ફોરેસ્ટ વિભાગ કેસ નહિ કરે તો મનસુખ વસાવા કેસ કરશે. ચૈતર વસાવા હોઈ કે પછી બીજો કોઈ પણ ચમરબંધી હોઈ મનસુખ વસાવાને કોઈનો ડર નથી મનસુખ વસાવા એમનેમ ગુસ્સો નથી કરતો. એનું યોગ્ય કારણ પણ હોઈ છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને ફોરેસ્ટના અધિકારીઓને આગામી દિવસોમાં તમામ આગેવાનોની મિટિંગ રાખવા પણ સૂચના આપી છે. જેમાં ફોરેસ્ટ વિભાગે શુ કાર્યો કર્યા છે તેનો હિસાબ આપવો પડશે. તેવું મનસુખ વસાવાએ કહ્યું હતું.