ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ TRP ગેમઝોન કેસના આરોપી, મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર - Rajkot TRP Gamezone case - RAJKOT TRP GAMEZONE CASE

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય આરોપી અને પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) દ્વારા 7 દિવસનાં રિમાન્ડની માગ કરાઈ હતી. જો કે, કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Etv Bharatમનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર
Etv Bharatમનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 10:10 AM IST

મનસુખ સાગઠીયાના 6 દિવસના રિમાન્ડ મંજૂર (Etv Bharat Gujarat)

રાજકોટ:રાજકોટ મહાનગપાલિકના પૂર્વ TPO મનસુખ સાગઠીયાએ અગ્નિકાંડ બાદ નકલી મિનિટ્સ બુક બનાવી હોવાના નોધાયેલા ગુનામાં ફરિયાદ બાદ પોલીસે સાગઠીયાનો જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન મિનિટ્સ બુક મામલે વધુ ખુલાસા થશે. તો આ કાંડમાં TRP ગેમઝોનના ભાગીદાર અશોકસિંહ જાડેજાને રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કર્યો છે.

રાજકોટના TRP ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. જેમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેમઝોનના સંચાલકો ઉપરાંત મહાનગરપાલિકા અધિકારીઓની સહિત 10 ની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ TPO મનસુખ સાગઠીયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેના વિરુદ્ધ વધુ એક ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધવામાં આવી હતી.

આરોપી સાગઠીયાએ અગ્નિકાંડના ત્રીજા દિવસે એટલે કે ગત તારીખ 27 ના રોજ કડક સૂચના આપી પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા નકલી મિનિટ્સ બુકની માહિતી દર્શાવી હોવાનું સામે આવ્યું હતું. જેથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે સાગઠીયાની જેલમાંથી કબ્જો મેળવી ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો નકલી મિનીટ બુક બનવાની કોણેસલાહ આપી બીજું કોણ કોણ સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવશે.

TRP અગ્નિકાડમાં દસ શખ્સો સામે ફરિયાદ નોધાઇ હતી, જેમાં TRP ગેમઝોનના બીજા ભાગીદાર અશોકસિંહ જાડેજા કેટલા દિવસ ભાગતા રહ્યા બાદ તે પોલીસ સમક્ષ હાજર થયા હતા જેમાં પોલીસ તેણે કોર્ટ માટે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં ચાર દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા આરોપી અશોકસિંહ જાડેજાના રિમાન્ડ પુરા થતા જેલ હવાલે કર્યો છે.

  1. રાજકોટ TRP ગેમઝોન મામલે બે આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા.. - Rajkot TRP Gamezone fire incident

ABOUT THE AUTHOR

...view details