સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા પાયે કાર્બોસેલ બ્લેક ટ્રેપ અને સફેદ માટીનો મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ ગેરકાયદેસર કર્બોસેલની ખાણોમાં અનેક મજૂરોના મોત પણ નીપજ્યા છે. આ ખાણોમાં કોઈપણ જાતની સેફટી વગર ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર મૂળી તાલુકાના ભેટ ગામે કર્બોસેલની ખાણમાં ત્રણ મજૂરોના ગેસ ગળથળથી મોત નીપજ્યા છે.
ભેટ ગામમાં ગેરકાયદેસર કાર્બોસેલના કુવામાં 3 મજુરોના મોત, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ - illegal carbocell in Surendranagar - ILLEGAL CARBOCELL IN SURENDRANAGAR
સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં ગેસ ગડથરથી ત્રણ શ્રમિકોના મોત નીપજ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા રાજકીય આગેવાનો સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.,3 laborers died in illegal carbocell
Published : Jul 14, 2024, 7:42 PM IST
આ ગેરકાયદેસર ચાલતી ખાણ માલિકો દ્વારા ત્રણેય મૂર્તકોને વાંકાનેર અને મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અને મૂળી પોલીસ દ્વારા રાતી દરમિયાન અથાગ પ્રયત્નો બાદ મૃતદેહની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર મોડી રાત્રે મૂળી વાંકાનેર રોડ પરથી ઈકો કારમાંથી કાર ચાલક સાથે ત્રણ મૃતદેહને કબજે કરવામાં આવી હતી અને મૂળી સરકારી હોસ્પિટલ ખાતે પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા માનવ વધનો ગુનો દાખલ કરી ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં જિલ્લા પંચાયતના સદસ્યના પતિ ખીમજીભાઇ સારોલીયા અને તાલુકા પંચાયત મૂળીના કારોબારી ચેરમેન કલ્પેશભાઇ પરમાર સહીત ચાર શખ્સો સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધી છે. તેમજ ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.