ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા, મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન - 15th August 2024 - 15TH AUGUST 2024

ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવશે. આગામી 10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી 'તિરંગાની આન, બાન અને શાન' થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને 'હર ઘર તિરંગા' યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. જાણો સંપૂર્ણ બાબત. 15th August 2024

રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા
રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 7, 2024, 5:39 PM IST

મોરબી: ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી 'તિરંગાની આન, બાન અને શાન' થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને 'હર ઘર તિરંગા' યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી.

મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન (Etv Bharat Gujarat)

10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા:15મી ઓગષ્ટ પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરે અધિકારીઓને જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં આગામી 10 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને સૂચના આપી હતી.

રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા (Etv Bharat Gujarat)

તિરંગાની સાઈઝ તેમજ કાપડ ફ્લેગકોડ મુજબ: 'હર ઘર તિરંગા' યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈને પોતાના ઘર તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવે તેવી અપીલ પણ કલેકટર દ્વારા કરવામા આવી હતી. તિરંગાની સાઈઝ તેમજ કાપડ ફ્લેગકોડ મુજબ હોવું જોઈએ તેમ કલેક્ટરે જણાવ્યું હતું. આ તકે વિડિયો કોન્ફરન્સથી જોડાયેલા પ્રાંત અધિકારીઓ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓને કલેકટરે માર્ગદર્શન આપ્યું હતું.

  1. જામનગરના બજારમાં રાખડીની અવનવી વેરાયટી, કઈ રાખડીનો છે આ વર્ષે ક્રેઝ, જાણો - Rakhi in the markets of Jamnagar
  2. ન્યૂયોર્ક ખાતે યોજાયેલ મોરારી બાપુની રામકથા, આસ્થા અને વૈશ્વિક લક્ષ્યો થયા એકજૂટ - MORARI BAPU RAM KATHA

ABOUT THE AUTHOR

...view details