ગુજરાત

gujarat

ETV Bharat / state

GAS કેડરના 15 અધિકારીઓની બઢતી સાથે બદલી - promotion 15 officers of GAS cadre

રાજ્યમાં બદલી અને નિમણૂંકનો દૌર ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા પરીપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 2 મામલતદાર સહિત 12 જીએેએસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જાણો કયા કયા અધિકારીઓની બદલી કરવામાં આવી..., promotion of 15 officers of GAS cadre

15 GAS ઓફિસર્સની બદલી કરાઈ
15 GAS ઓફિસર્સની બદલી કરાઈ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 23, 2024, 3:34 PM IST

ગાંધીનગર: ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 (જૂનિયર સ્કેલ) તરીકે ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. તેમજ મામલતદાર સંવર્ગના અધિકારીઓ, વર્ગ-2 તરીકે ફરજ બજાવતા અધિકારીઓની ડેપ્યુટી કલેક્ટર કેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

જે 15 અધિકારીઓની બઢતી કરવામાં આવી છે જેમાં ચિંતન વૈષ્ણવની ડેપ્યુટી કલેક્ટર, જમીન સંપાદન પુનર્વસન, SIPU પ્રોજેક્ટ,પાલનપુર (જિ. બનાસકાંઠા) તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.

બાબુઓની બદલીઓનો દોર (ETV Bharat Gujarat)

તેમજ બે મામલતદાર અધિકારી ડી.જે.જાડેજા (મામલતદાર, વંથલી, જિ. જુનાગઢ)ની ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી (જિ. નર્મદા) અને આર.એસ. હુણ (મામલતદાર, સુરત શહેર- કતારગામ, જિ. સુરત)ની ડેપ્યુટી કલેક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ (રાહત નિયામક, ગાંધીનગર)માં નિમણૂક કરવામાં આવી છે. તેમજ આ અધિકારીઓના પગાર ભથ્થાને વાસ્તવિક રિપોર્ટિંગ તારીખથી ડીમ્ડ ડેટ વચ્ચેના સમયગાળા દરમિયાન કાલ્પનિક ગણવામાં આવે છે. તેઓને વાસ્તવિક પ્રમોશનની તારીખ સુધી પગારની કોઈપણ બાકી રકમ ચૂકવવામાં આવશે નહીં.

ઉપરાંત, 12 ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 તરીકે ફરજ બજાવતા અધિકારીઓની પણ બઢતી કરવામાં આવે છે. જેમાં શ્રી આદર્શ રાજેન્દ્ર બસર (સુરત)ની ડેપ્યુટી કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી(જિ. જામનગર), શ્રી મુકલ કમલેશ મહેરચંદાણી (રાજસ્થાન)ની જિલ્લા પુરવઠા અધિકારી (જિ. સુરેન્દ્રનગર), શ્રી નિકુંજકુમાર વિષ્ણુભાઈ પટેલ (પાટણ)ની ડે. કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી(જિ. ભરુચ), ડૉ નીતિ ચરણ (રાજસ્થાન)ની SLAO-SSNNL-ગાંધીધામ (જિ. કચ્છ), કુમ. સંધ્યાબેન અરજણભાઈ હેરમા (જામનગર)ની ડે. કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી(જિ. ભાવનગર), શ્રી સાજણભાઈ ગભરૂભાઈ મેર (બોટાદ)ની ડે. કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી(જિ. મહેસાણા), શ્રીમતી. રશ્મિ જય રાજવધ (રાજકોટ)ની ડે. કલેકટર-2, કલેકટર કચેરી (જિ. અરવલ્લી), શ્રી ગૌતમ મહેશભાઈ લોદલિયા (બોટાદ)ની ડે. કલેકટર-1, કલેકટર કચેરી (જિ. દાહોદ), ડૉ મેહુલકુમાર અમૃતસિંહ પાંડોર (પંચમહાલ)ની ડે. કલેકટર-1, કલેકટર કચેરી (જિ. બોટાદ), કુમ. શાંતિબેન વેલા ધીલા (કચ્છ)ની ડે. કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી (જિ. સુરત), કુમ ક્રિષ્નાબેન પંકજભાઈ પટેલ (નવસારી)ની ડે. કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી (રાજકોટ (ગ્રામ્ય) જિ. રાજકોટ) અને શ્રી અજયકુમાર જેઠાભાઈ શામલા (જુનાગઢ)ની ડે. કલેકટર-1, કલેકટર કચેરી (જિ. મહીસાગર) તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.

  1. ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, 20 IPS સહિત 35 અધિકારીઓના બઢતી સાથે બદલી - Gujarat Police Department
  2. Promotion of DySP as SP : સરકારે 2 DySP ને SP તરીકે બઢતી આપી, જાણો કોણ છે આ જાંબાજ અધિકારીઓ

ABOUT THE AUTHOR

...view details