ગુજરાત

gujarat

ETV Bharat / state

103 વર્ષીય ચંચળબા ડાભી મતદાન કરવા માટે યુવાનોને આ રીતે પુરી પાડે છે પ્રેરણા - 103 year old voter will vote - 103 YEAR OLD VOTER WILL VOTE

ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામ વકોલ ત્રણ જોડિયા પાસે રહેતા રહેતા ચંચળબા કેશાજી ડાભી 103 વર્ષની ઉંમરે પણ સ્વાસ્થ્ય જીવન જીવી રહ્યા છે. તેઓ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચૂંટણીની વાત સાંભળતા જ તેમની આંખોમાં તેજ આવે છે.103 YEAR OLD VOTER WILL VOTE

ગાંધીનગરમાં મતદાન કરવા માટે યુવાનોને પ્રેરણા પૂરી પાડશે, 103 વર્ષીય ચંચળબા ડાભી
ગાંધીનગરમાં મતદાન કરવા માટે યુવાનોને પ્રેરણા પૂરી પાડશે, 103 વર્ષીય ચંચળબા ડાભી

By ETV Bharat Gujarati Team

Published : Apr 26, 2024, 4:57 PM IST

ગાંધીનગરમાં મતદાન કરવા માટે યુવાનોને પ્રેરણા પૂરી પાડશે, 103 વર્ષીય ચંચળબા ડાભી

ગાંધીનગર: ચૂંટણીમાં મતદાતા એટલે કે પ્રજા ખરેખર રાજા જેવો દબદબો ભોગવે છે. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં સૌ મતદારોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં એક તરફ યુવા પેઢી લોકશાહીના આ મહાઉત્સવને મનાવવા માટે થનગની રહી છે, તો બીજી તરફ શતાયુ મતદારો વૃદ્ધાવસ્થામાં પણ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા ભારે ઉત્સુક છે. આવા જ એક શતાયુ મતદાર છે ચંચળબા. 103 વર્ષના ચંચળબા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સૌથી વયોવૃદ્ધ મતદારો પૈકીના એક છે.

વધતી જતી ઉમર છતાં મતદાન કરવા માટે ઉત્સાહિત છે ચંચળબા

લોકશાહીના પર્વમાં શતાયૂ મતદારોનું મહત્વ: આ ચૂંટણીમાં તેઓ સપરિવાર મતદાન કરી લોકશાહીની ફરજ નિભાવશે. શહેરોમાં એક બાજુ પૈસાદાર મતદારો ચૂંટણીના દિવસે રજાનો લાભ લઈને ફરવા જતા રહે છે ત્યારે બીજી તરફ 103 વર્ષથી આ ચંચળ બા મતદાન કરીને સમાજને પ્રેરણા પૂરી પાડશે. લોકસભા ચૂંટણી 2024ના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં 26 સીટો પર મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દેશના કરોડો નાગરિકો ચૂંટણીમાં મતદાન કરશે. જેમાં કેટલાય નાગરિકો શતાયું મતદારો છે. ચૂંટણી પંચ દ્વારા શતાયું મતદારો મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે બધી જ વ્યવસ્થા જે તે મતદાન મથકના સ્ટાફ દ્વારા કરવાની રહેશે.

કોણ છે ચંચળબા: ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામ વકોલ ત્રણ જોડિયા પાસે રહેતા રહેતા ચંચળબા કેશાજી ડાભી 103 વર્ષની ઉંમરે પણ સ્વાસ્થ્ય જીવન જીવી રહ્યા છે. તેઓ લોકસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ચૂંટણીની વાત સાંભળતા જ તેમની આંખોમાં તેજ આવે છે. ચંચળબાની વધતી જતી ઉમરના છતાં તેઓ મતદાન કરવા માટે ઉત્સાહિત છે. આ લોકસભા ચૂંટણીમાં પણ તેઓ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે કટિબદ્ધ છે.

આઝાદી બાદ તમામ ચૂંટણીમાં મતદાન કર્યું: ચંચળબાએ તેમના જમાનાની વાતો વગોળતા જણાવ્યું કે, આઝાદી બાદની લગભગ તમામ ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું છે. પહેલાના જમાનામાં મતદાન કરવા માટે તેઓ પગપાળા અને ગાડામાં જતા હતા. અત્યાર જેવી વીજળી અને ગાડીની સગવડ ન હતી. તેઓ બેલેટ પેપરથી મતદાન કરતા હતા. ચૂંટણીમાં મતદાનને લઈને ગામડાઓમાં ખૂબ જ ઉત્સાહ રહેતો હતો. ગામડાના લોકો સમૂહમાં પોતાના માતાધિકારનો ઉપયોગ કરવા માટે જતા હતા. તેમણે ઘર બેઠા મતદાન કરવા માટે ગાંધીનગર કલેકટર કચેરીમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. હાલમાં તેઓ પોતાના બે પુત્રો સાથે પેથાપુરમાં વસવાટ કરે છે.

ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ : દરેક વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી અધિકારીઓએ શતાયુ મતદારોને ઓળખી કાઢીને તેઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી કરવાની રહેશે. ગાંધીનગર લોકસભામાં 16,831 વરિષ્ઠ મતદારો છે. ગુજરાતમાં 10,322 મતદારો શતાયુ એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયના છે. 85 વર્ષથી વધુ વયના 4,24,162 મતદારો ગુજરાતની મતદાર યાદીમાં નોંધાયા છે. શતાયુ મતદારો માટે મતદાન મથક પર રેમ્પ અને વ્હિલચેર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મતદાન મથક સુધી આવી ન શકે તેવા શતાયુ મતદારનો સરવે કરી તેમના ઘરે જ મતદાન કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 85 વર્ષથી વધુના અને 40% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠા મતદાન કરી શકશે.

ચૂંટણી પંચે જોગવાઈ સુધારો કર્યો:ગત વિધાનસભા ચૂંટણીમાં 80 વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ મતદારો તેમના નિવાસસ્થાને મતદાન કરી શકે તેવી જોગવાઈ હતી. ચૂંટણી પંચે આ જોગવાઈમાં સુધારો કરી 80 વર્ષની ઉંમરને બદલે 85 વર્ષ કરેલ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો તથા 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનોને પોસ્ટલ બેલેટ દ્વારા ઘરેથી મતદાનની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

  1. શું છે જુનાગઢના મતદારોનો મિજાજ ? વિકાસના કામોને લઈને વરસાવી પ્રશ્નોની છડી, નવા સાંસદ સમાધાન કરે તેવી માંગ - lok sabha election 2024
  2. સુરત લોકસભા બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરિફ થયાં, હવે ગુજરાતની 25 બેઠકો પર મતદાન - Surat Lok Sabha seat

ABOUT THE AUTHOR

...view details