નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી 3 મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાનો 25 રને પરાજય થયો હતો. કિવી ટીમે ભારતને 3-0થી હરાવીને શ્રેણીમાં ક્લીન-અપ કર્યું હતું. ઈતિહાસમાં પ્રથમ વખત, ભારતને 3 મેચની હોમ ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમ દ્વારા વ્હાઇટ-વોશ કરવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ચાહકો હજુ સુધી ટીમ ઈન્ડિયાને મળેલી શરમજનક હારમાંથી બહાર આવ્યા ન હતા, એટલામાં ભારતના જમણા હાથના વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે સાહાએ ત્રીજો વિકેટ-કીપર બેટ્સમેન છે જેણે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારી છે.
રિદ્ધિમાન સાહાએ નિવૃત્તિ જાહેર કરી:
રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં બંગાળનું પ્રતિનિધિત્વ કરી રહેલા રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ 40 વર્ષીય ક્રિકેટરે જણાવ્યું કે તે તેની છેલ્લી રણજી સિઝન રમી રહ્યો છે. સાહાએ ટીમ ઈન્ડિયા માટે છેલ્લી ઈન્ટરનેશનલ મેચ 2021માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.