કેનબેરા: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટેસ્ટ ટીમ ગુરુવારે ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસન સાથે મુલાકાત કરી હતી. ઑસ્ટ્રેલિયના વડા પ્રધાને પ્રવાસની મેચ પહેલાં ફેડરલ સંસદ હાઉસ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. પીએમ અલ્બેનીઝના સત્તાવાર 'એક્સ' હેન્ડલ પર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટેના સંદેશ સાથે મીટિંગના ફોટા શેર કર્યા હતા.
તેમણે પોસ્ટમાં લખ્યું છે કે,આ અઠવાડિયે મનુકા ઓવલ ખાતે અદ્ભુત ભારતીય ટીમ સામે વડાપ્રધાન ઇલેવનને મોટા પડકારનો સામનો કરવો પડશે, પરંતુ મેં વડા પ્રધાન @narendramodi ને કહ્યું તેમ, હું કામ પૂર્ણ કરવા માટે ઑસ્ટ્રેલિયન ટીમને સમર્થન આપી રહ્યો છું.
કેનબેરામાં ભારતીય હાઈ કમિશને પણ મીટિંગની હાઈલાઈટ્સ શેર કરી હતી. "માનનીય વડા પ્રધાને રાષ્ટ્રની રાજધાનીમાં મનુકા ઓવલ ખાતે પીએમ ઇલેવન વિરુદ્ધ ભારતના પ્રસંગે ફેડરલ પાર્લામેન્ટ હાઉસ ખાતે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. એડિલેડમાં આગામી ટેસ્ટ મેચ પહેલા આ સપ્તાહના અંતમાં ક્રિકેટની એક શાનદાર મેચની અપેક્ષા રાખશે.