નવી દિલ્હી: T20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યાં હતાં. જેમાં ઈંગ્લેન્ડની ટીમની નિરાશાજનક શરૂઆત થઈ હતી અને ભારતીય બોલરોએ દમદાર બોલિંગ કરીને હરીફ ટીમને શરૂઆતમાં હંફાવી દીધી હતી.
ટીમ ઈન્ડિયા Vs દ.આફ્રિકા:ભારતની શાનદાર અને આક્રમક બોલિંગ સામે ઈંગ્લેન્ડની ટીમ 103 રન પર ઓલઆઉટ થતા ટીમ ઈન્ડિયાની 68 રને જીત થઈ હતી. આ જીતની સાથે જ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી ગઈ છે અને હવે શનિવારે 29 જૂને ટીમ ઈન્ડિયાનો બાર્બાડોસમાં દ.આફ્રિકા સામે મુકાબલો થવાનો છે.
રોહિત શર્માની કપ્તાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે ICC T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં જોસ બટલરની ટીમ ઇંગ્લેન્ડને 68 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન હાંસલ કર્યુ છે. ભારતીય ટીમે 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. ભારત છેલ્લે 10 વર્ષ પહેલા એટલે કે, 2014માં T20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમ્યુ હતું.
ભારત 10 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં:T20 વર્લ્ડ કપ 2014નું આયોજન બાંગ્લાદેશ દ્વારા કરવામાં આવ્યું હતું, ભારત અને શ્રીલંકા 10 વર્ષ પહેલા આ ટુર્નામેન્ટની ફાઇનલમાં સામસામે હતા. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ 17.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 134 રન બનાવીને T20 વર્લ્ડ કપ 2014નું ટાઈટલ જીતી લીધું હતું. હવે ભારત 10 વર્ષ બાદ ફરી T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે.
ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું:
T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલમાં, ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 57 રન અને સૂર્યકુમાર યાદવે 47 રનની ઇનિંગ રમી હતી. રોહિતે ટીમને સંભાળી અને કેપ્ટનશિપની ઇનિંગ્સ રમી. સૂર્યાએ તેને ટેકો આપ્યો હતો અને પોતાની શૈલીમાં ઘુંઆધાર બેટિંગ કરી હતી. અંતે, હાર્દિક પંડ્યાએ પણ ઝડપથી 23 રન બનાવ્યા અને ટીમને 171ના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.