ગાલે: શ્રીલંકા સામેની શ્રેણીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનું વર્ચસ્વ ચાલુ રાખ્યું અને શ્રેણીની અંતિમ મેચમાં શ્રીલંકાને 9 વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 14 વર્ષ બાદ શ્રીલંકામાં પ્રથમ ટેસ્ટ શ્રેણી જીતી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ બીજો એક રેકોર્ડ નોંધાવ્યો છે.
ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ:
ઓસ્ટ્રેલિયાએ 2011 માં છેલ્લી વખત શ્રીલંકામાં ટેસ્ટ શ્રેણી જીતી હતી, જ્યારે તેઓએ ત્રણ મેચની શ્રેણીમાં યજમાન ટીમને 1-0 થી હરાવી હતી. તેઓ 2016 અને 2022 ના પ્રવાસમાં આગામી પાંચમાંથી ચાર મેચ હારી ગયા હતા. 2016માં સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ હેઠળ તેઓએ 3-0થી ભારતનો વ્હાઇટવોશ કર્યો હતો, જ્યારે 2022ની શ્રેણી 1-1થી ડ્રો રહી હતી.
ઉપરાંત, 2006 પછી આ પહેલી વાર હતું જ્યારે તેઓએ એશિયામાં ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ નોંધાવ્યો. ઓસ્ટ્રેલિયાએ છેલ્લે ૧૯ વર્ષ પહેલાં બાંગ્લાદેશ સામેની બે મેચની શ્રેણીમાં એશિયામાં ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો હતો.
શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. દિનેશ ચંદીમલ (74) અને કુસલ મેન્ડિસ (અણનમ 85) ની અડધી સદી છતાં શ્રીલંકા ફક્ત 257 રન બનાવી શક્યું. મિશેલ સ્ટાર્ક, મેથ્યુ કુહનેમેન અને નાથન લિયોને ત્રણ-ત્રણ વિકેટ લીધી. જવાબમાં, ઓસ્ટ્રેલિયાએ સ્ટીવન સ્મિથ (131) અને એલેક્સ કેરી (156) ની સદીઓની મદદથી 414 રન બનાવ્યા અને વિજયનો પાયો નાખ્યો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 157 રનની લીડ મેળવી હતી.
શ્રીલંકાના બેટ્સમેનો બીજા દાવમાં પણ પ્રભાવશાળી સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા અને તેમનો દાવ 231 સુધી મર્યાદિત રહ્યો. કુહનેમેન અને લિયોને ચાર-ચાર વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ ફક્ત એક વિકેટ ગુમાવીને 75 રનનો લક્ષ્યાંક સરળતાથી પ્રાપ્ત કરી લીધો.
આ પણ વાંચો:
- 'ચેમ્પિયન્સ ટ્રોફીને પાકિસ્તાનથી દુબઈ ખસેડો' નબળી લાઇટિંગને કારણે રચિન રવિન્દ્ર થયો ઘાયલ, પાકિસ્તાન પર ઉઠયા સવાલ...
- ટૂંક જ સમયમાં શરૂ થશે IND VS ENG બીજી વનડે, અહીં જુઓ ફ્રી માં લાઈવ મેચ