મુંબઈ:ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ શનિવારે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને હુટીંગ કરવા બદલ ચાહકોની ટીકા કરતાં કહ્યું કે, તેમાં હાર્દિકની ભૂલ નથી કે તેના સ્થાને તેના રોહિત શર્માને બનાવવામાં આવ્યો છે.
પ્રથમ મેચમાં જ હુટીંગ કરવામાં આવ્યો:જ્યારથી મુંબઈ ઈન્ડિયન્સે જાહેરાત કરી છે કે, પંડ્યા પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનું નેતૃત્વ કરશે, ત્યારથી તે ચાહકોના ગુસ્સાનો સામનો કરી રહ્યો છે. અમદાવાદમાં તેની અગાઉની ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સના હોમ ગ્રાઉન્ડ પર મુંબઇ ઇન્ડિયન્સના કપ્તાન તરીકેની તેની પ્રથમ મેચમાં તેને હુટીંગ કરવામાં આવ્યો હતો.
મુંબઈમાંં પણ નારાજગી જોવા મળી:જ્યારે તે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચ માટે હૈદરાબાદ ગયો ત્યારે પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે સિઝનની તેની પ્રથમ ઘરેલું મેચ રમી ત્યારે પણ હુટિંગ કરવામાં આવ્યો હતો.
ફ્રેન્ચાઇઝીએ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે: ગાંગુલીએ શનિવારે વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ સત્ર દરમિયાન કહ્યું, 'મને નથી લાગતું કે તેઓએ હાર્દિક પંડ્યાની હુટિંગ કરવી જોઈએ. આ યોગ્ય નથી'. તેણે કહ્યું, 'આ યોગ્ય નથી કારણ કે ફ્રેન્ચાઇઝીએ તેને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. રમતગમતમાં આવું જ થાય છે. ભલે તમે ભારતનો કેપ્ટન હો કે કોઈ પણ સ્ટેટનો કેપ્ટન હોવ અથવા તમારી ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હોવ, તમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
હાર્દિકની ભૂલ નથી: દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરે કહ્યું, 'તેને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચોક્કસપણે જો આપણે રોહિત શર્માને જોઈએ તો તે એક અલગ પ્રકારનો ખેલાડી છે. આ ફ્રેન્ચાઈઝી માટે કેપ્ટન અને ખેલાડી તરીકે તેનું પ્રદર્શન અને ભારત માટે તેનું પ્રદર્શન અલગ સ્તરનું રહ્યું છે. તેણે કહ્યું, 'પણ હાર્દિકની ભૂલ નથી કે તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આપણે બધાએ આ સમજવાની જરૂર છે.
- રાજસ્થાન અને બેંગ્લોર આજે સામસામે ટકરાશે, જાણો આજની મેચમાં કોનું પલડું ભારે છે - RCB vs RR