ગુજરાત

gujarat

ETV Bharat / sports

Ranji Trophy 2024: મુંબઈ રણજી ફાઇનલમાં વિદર્ભને હરાવીને 42મી વખત ચેમ્પિયન બન્યું - Ranji trophy 2024

મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહેલી રણજી ટ્રોફીની ફાઇનલમાં મુંબઈનો 169 રને વિજય થયો છે. મેચના પાંચમા દિવસે અજિંક્ય રહાણેની કેપ્ટન્સીમાં મુંબઈએ 42મી વખત ફાઈનલ જીતીને ટ્રોફી જીતી હતી.

Etv BharatRanji trophy 2024
Etv BharatRanji trophy 2024

By ETV Bharat Gujarati Team

Published : Mar 14, 2024, 3:35 PM IST

નવી દિલ્હીઃરણજી ટ્રોફીમાં મુંબઈ અને વિદર્ભ વચ્ચે રમાઈ રહેલી ફાઈનલ મેચમાં મુંબઈએ વિદર્ભને 169 રનથી હરાવ્યું છે. આ જીત સાથે મુંબઈએ 42મી વખત રણજી ટાઈટલ જીત્યું. 568 રનના લક્ષ્‍યાંકનો પીછો કરતા વિદર્ભની ટીમ 368 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જેના કારણે મુંબઈએ 169 રનથી મેચ જીતી લીધી હતી.અજિંક્ય રહાણેની કપ્તાનીમાં આવેલી મુંબઈએ પ્રથમ બેટિંગ કરીને તેની પ્રથમ ઈનિંગમાં 224 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુર સિવાય કોઈ પણ બેટ્સમેન પ્રથમ દાવમાં ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. મુંબઈએ શાર્દુલની 75 રનની ઈનિંગને કારણે આ સ્કોર બનાવ્યો હતો. 224 રનના જવાબમાં વિદર્ભની ટીમ બેટિંગ કરવા આવી અને 105 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ. જેના કારણે મુંબઈને બીજી ઈનિંગમાં 119 રનની લીડ મળી હતી.

બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન: 119 રનની લીડ સાથે રમતમાં ઉતરેલી મુંબઈની ટીમના ખેલાડીઓએ બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 418 રન બનાવ્યા. પ્રથમ દાવમાં નિષ્ફળ રહેલા અજિંક્ય રહાણે, શ્રેયસ અય્યર, મુશીર ખાને શાનદાર ઇનિંગ રમી હતી. અજિંક્ય રહાણેએ 73 રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યરે 111 બોલનો સામનો કર્યો અને 95 રનની ઇનિંગ રમી. આ ઈનિંગમાં સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન પણ જોવા મળ્યો હતો, તેણે શાનદાર સદી ફટકારી હતી અને 136 રન બનાવ્યા હતા જેમાં 10 ચોગ્ગા સામેલ હતા.

હર્ષ દુબેની શાનદાર બોલિંગ:મુશીરે પ્રથમ દાવમાં 36 રન બનાવ્યા હતા. આ બેટ્સમેન સિવાય શમ્સ મુલાનીએ પણ 50 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. હર્ષ દુબેએ મુંબઈની બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે યશ ઠાકુરે 3 અને આદિત્ય ઠાકરે અને અમન મોખાડેએ એક-એક વિકેટ લીધી હતી. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ એક પણ વિકેટ લઈ શક્યો નહોતો.

વિદર્ભને જીતવા માટે 538 રનની જરૂર હતી:બીજી ઈનિંગમાં મુંબઈએ 418 રન બનાવ્યા બાદ વિદર્ભને જીતવા માટે 538 રનની જરૂર હતી. જેના જવાબમાં ટીમ 368 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિદર્ભ માટે કેપ્ટન અને વિકેટકીપર અક્ષય વાડકરે 102 રનની સદીની ઇનિંગ રમી હતી. હર્ષ દુબેએ 65 રન અને કરુણ નાયરે 74 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ખાસ સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. અથર્વ ટાયડે 32, ધ્રુવ શોરે 28, અમન મોખાડે 32, યશ રાઠોડ 7, આદિત્ય 3, યશ ઠાકુર 6, ઉમેશ યાદવ 6 રન બનાવીને આઉટ થયા હતા. મુંબઈ તરફથી તનુષ કોટિયાને 4, મુશીર ખાન અને તુષાર દેશપાંડેએ 2-2 અને શમ્સ મુલાની અને ધવલ કુલકર્ણીએ એક-એક વિકેટ લીધી હતી.

  1. IPL 2024: વિકેટકીપર-બેટ્સમેન તરીકે પંત IPL માટે ફિટ, શમી અને પ્રસિદ્ધ કૃષ્ણા ટૂર્નામેન્ટમાંથી બહાર

ABOUT THE AUTHOR

...view details