હૈદરાબાદ: આજના સમયમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે . વિશ્વની પ્રખ્યાત રમતોમાં ફૂટબોલ પછી બીજા નંબર પર ક્રિકેટનો સમાવેશ થાય છે. ક્રિકેટની વાત સામે આવતા આપના મનમાં સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંઘ ધોની , વિરાટ કોહલી કે અન્ય પુરુષ ખેલાડીઓના નામ જ સામે આવે છે. પરંતુ મહિલા ક્રિકેટ કે ક્રિકેટરોની કોઈ વાત કરવામાં આવી નથી. જો કે ઘણી યુવા છોકરીઓનું ક્રિકેટર બનવાનું સપનું હોય છે, પરંતુ મહિલા ક્રિકેટને વધારે પ્રાધાન્ય ન મળતું હોવાથી તેમને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. તો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે છોકરીઓ ક્રિકેટ રમવાનું શરૂ કરી શકે છે અને પોતાના દેશ તરફથી રમવા માટે કઈ કઈ સ્થાનિક ટુર્નામેન્ટ( મેચ) રમવું આવશ્યક હોય છે.
સૌ પ્રથમ પગલું:
જો તમે મહિલા ક્રિકેટર બનાવ માંગો છો અને પોતાના દેશ, પરિવારનું નામ રોશન કરવા ઈચ્છો છો તો તમારા ક્રિકેટ પ્રત્યેના પ્રેમને હમેંશા જીવંત રાખવો. જેથી ક્રિકેટ પ્રત્યેનો તમારો જુસ્સો તમારી રમતમાં સારું પ્રદર્શન બતાવી શકે છે. એકવાર તમે ક્રિકેટમાં વધુ સમય અને પ્રયત્ન આપવાનું નક્કી કરો, ત્યારબાદ વધુ તમારી આસપાસ કોઈ ક્રિકેટ કોચિંગની તપાસ કરી =તેમાં સામેલ થાઓ, અથવા તમારી શાળામાં છોકરીઓ માટે ક્રિકેટ કોચિંગ ક્લાસ હોઈ શકે છે. આ ઉપરાંત સ્થાનિક ક્લબ, એકેડેમી અને ક્રિકેટ એસોસિએશન સમર કેમ્પનું આયોજન કરતાં હોય છે, તો તમે કોચિંગ લીધા બાદ આ પ્રકારના આયોજનમાં ભાગ લઈ શકો છો.
બીજું પગલું:કોચિંગ લીધા બાદ તમે શાળા ક્રિકેટ અને જિલ્લા સ્તરના ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી અને રેન્કમાં વધારો કરી શકો છો. અહીં સારું પ્રદર્શન તમને રાજ્યની ટીમમાં અને સ્થાનિક ક્રિકેટમાં પ્રવેશ અપાવશે. રાજ્ય અથવા જિલ્લા સ્તરે સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટ અને ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું ચાલુ રાખવું જેથી તેમાં કરેલ સારું પ્રદર્શન પસંદગીકારોની આંખે આવશે અને તમારું નામ આગળ આવી શકે છે.
રાજ્ય સ્તર:ભારતીય ક્રિકેટમાં જ્યારે આપણે 'રાજ્ય સ્તર' અથવા કોઈ તમને કહે છે કે તેઓ 'રાજ્ય માટે રમવા માગે છે', તો તે ભૌગોલિક રાજ્યોને બરાબર અનુરૂપ નથી. જેમ આપણે ભારતના નકશા પર જોઈએ છીએ, મોટાભાગના રાજ્યો (અને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો) પાસે એક ટીમ છે, પરંતુ અહી કેટલાક રાજ્યોમાં ઘણીબધી ક્રિકેટ ટીમો હોય છે. જેમ કે ગુજરાત અને મહારાષ્ટ્ર એકમાત્ર એવા રાજ્યો છે જેની પોતાની 3 અલગ અલગ અલગ સ્થાનિક ટીમો છે.
1. વડોદરા ક્રિકેટ એસોશીએશન
2 ગુજરાત ક્રિકેટ એસોશીએશન
3. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશીએશન
રાજ્ય કક્ષાએ, નીચેના વય જૂથોમાં ટીમો બનાવવામાં આવે છે:
અંડર-16
અંડર-19
અંડર-23
ત્રીજો તબક્કો:દેશમાં સંખ્યાબંધ ડોમેસ્ટિક અથવા ફર્સ્ટ-ક્લાસ ટુર્નામેન્ટ રમાય છે. પુરુષોની સરખામણીમાં મહિલા ટુર્નામેન્ટ મર્યાદિત છે. મહિલાઓ પાસે માત્ર T20 અને ODI મેચ છે, પરિણામે મેચ પ્રેક્ટિસનો અભાવ છે.
રાષ્ટ્રીય સ્તર: આ સ્તરે, તમામ ટુર્નામેન્ટ BCCI દ્વારા ચલાવવામાં આવે છે. જ્યારે લોકો ડોમેસ્ટિક ક્રિકેટ વિશે વાત કરે છે ત્યારે તેઓ કદાચ આનો ઉલ્લેખ કરી રહ્યાં છે. આમાં રાજ્યો વચ્ચે રમાતી ટુર્નામેન્ટો તેમજ કેટલીક બ્રિજ ટુર્નામેન્ટ (સ્થાનિક અને રાજ્યને જોડતી ટુર્નામેન્ટ્સ) નો સમાવેશ થાય છે જ્યાં શ્રેષ્ઠ સ્થાનિક ક્રિકેટરો રમે છે. અને આ ત્રણ વય જૂથો માટે છે. એકવાર તમે રાજ્યની ટીમમાં પ્રવેશ મેળવી લો, પછી તમે ઓલ ઈન્ડિયા BCCI ટુર્નામેન્ટ રમી શકો છો. જેમાં નીચે મુજબ અલગ અલગ કેટેગરીમાં તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકો છો.
અંડર-19
BCCI દ્વારા આયોજિત અંડર-19 ટુર્નામેન્ટ