ગુજરાત

gujarat

ETV Bharat / sports

માત્ર 18 વર્ષની ઉંમરે 18મો વર્લ્ડ ચેમ્પિયન… વડાપ્રધાન મોદી અને ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડમાસ્ટરે ડી ગુકેશને પાઠવ્યા અભિનંદન - PM MODI CONGRATULATE D GUKESH

માત્ર 18 વર્ષની ઉમંરે ડોમરાજુ ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા.

ડોમરાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો
ડોમરાજુ ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો (Etv Bharat)

By ETV Bharat Sports Team

Published : Dec 13, 2024, 11:11 AM IST

સિંગાપોર:ભારતનો ગ્રાન્ડમાસ્ટર ડોમરાજુ ગુકેશ ગુરુવાર, 12 ડિસેમ્બર, 2024 ના રોજ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ (WCC) ની ગેમ - 14 માં ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બની ગયો છે.

માત્ર 18 વર્ષની ઉંમરે ભારતના ડી ગુકેશે 14મી અને અંતિમ રમતમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચ્યો છે. 6.5-6.5 પોઈન્ટ સાથે રમતની શરૂઆત કરતા ફાઈનલ મેચ પણ ડ્રો તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું. જોકે, ડિંગ લિરેનની એક છેલ્લી ભૂલ ગુકેશને 7.5 થી જીત અપાવી હતી.

વડાપ્રધાન મોદીએ ડી ગુકેશને પાઠવી શુભેચ્છા:

સમગ્ર ભારત દેશ માટેની આ અમૂલ્ય ક્ષણ પર સૌ કોઈ ચેમ્પિયનને અભિનંદન પાઠવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુકેશની વાહ વાહ થઈ રહી છે. એવામાં આપણાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુકેશને પોતાના ઓફિશિયલ x હેન્ડલ પર ડી ગુકેશને શુભેચ્છા પાઠવી હતી.

પીએમ મોદીએ લખ્યું કે, 'આ ક્ષણ ઐતિહાસિક અને અનુકરણીય છે, ગુકેશ ડીને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન. આ તેમની અનોખી પ્રતિભા, સખત મહેનત અને અતૂટ સંકલ્પનું પરિણામ છે. તેમની જીતે માત્ર ચેસના ઈતિહાસમાં તેમનું નામ રોશન કર્યું નથી પરંતુ લાખો યુવાઓને મોટા સપના જોવા અને શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રેરિત કર્યા છે. હું તેમને તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવું છું'

'અને મારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ' ગ્રાન્ડમાસ્ટર વિશ્વનાથ:

2012માં વિશ્વનાથન આનંદ બાદ ગુકેશ પ્રથમ ભારતીય વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે. કેન્ડીડેટ્સ 2024 ટુર્નામેન્ટ અને ચેસ ઓલિમ્પિયાડ સુવર્ણ પણ જીતનાર ગુકેશ માટે આ વર્ષ શાનદાર રહ્યું છે.

ભારતના વિશ્વનાથન આનંદ 15માં ચેસ ગ્રાન્ડમાસ્ટર છે, જે પાંચ વખતના વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે. તેમણે 2007,2008,2010, અને 2012માં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. અને બે વખતના ચેસ વર્લ્ડ કપ ચેમ્પિયન છે. તેઓ 1988માં ભારતના પ્રથમ ગ્રાન્ડમાસ્ટર બન્યા હતા અને અત્યાર સુધીના FIDE રેટિંગમાં આઠમા ક્રમે છે. 2022 માં, તેઓ FIDE ના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

જાણો શું કહ્યું માસ્ટર - બ્લાસ્ટર સચિન તેંડુલરે :

ગુકેશની આ સિદ્ધિ બદલ તેમણે તેમના સત્તાવાર x હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, અભિનંદન! ચેસ માટે આ ગર્વની ક્ષણ છે, ભારત માટે ગર્વની ક્ષણ છે, WACA માટે ગર્વની ક્ષણ છે, અને મારા માટે, તે ખૂબ જ અંગત ગર્વની ક્ષણ છે. ડિંગે પણ ખૂબ જ રોમાંચક મેચ રમી અને બતાવ્યું કે તે ચેમ્પિયન છે.

ક્રિકેટ જગતના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે પણ તેમના જેવા ચેમ્પિયનને અનોખી રીતે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, 64 ચોરસની રમતમાં, તમે અનંત શક્યતાઓનું વિશ્વ ખોલ્યું છે. અભિનંદન, @DGukesh,માત્ર 18 વર્ષની ઉંમરે 18મો વર્લ્ડ ચેમ્પિયન બનવા બદલ! વિશી (વિશ્વનાથ આનંદ)ના પગલે ચાલીને, તમે હવે પ્રતિભાશાળી ભારતીય ચેસ ખેલાડીઓની આગામી લહેરને માર્ગદર્શન આપી રહ્યા છો.

વિશ્વ ચેસ ચેમ્પિયનશીપ ખિતાબ ચેસમાં સૌથી પ્રતિષ્ઠિત સિદ્ધિઓમાંની એક છે. 1886 થી, માત્ર 17 ખેલાડીઓએ વિશ્વ ચેસ ચેમ્પિયનનો પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યો છે. ગુકેશ હવે 18મો વર્લ્ડ ચેસ ચેમ્પિયન બની ગયો છે.

આ પણ વાંચો:

  1. 'ડી ગુકેશ' શતરંજનો બાદશાહ... ચીનના ડિંગ લીરેનને હરાવી સૌથી નાની ઉંમરમાં જીત્યો ચેસ ચેમ્પિયનનો ખિતાબ
  2. માસ્ટર બ્લાસ્ટર સચિને તેંડુલકરે તેમની પુત્રી સારા સાથે રસ્સાખેંચનો અનુભવ લીધો, તસવીર થઈ વાયરલ

ABOUT THE AUTHOR

...view details