નવી દિલ્હીઃ ભારતના સ્ટાર ડિસ્કસ થ્રોઅર યોગેશ કથુનિયાએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. યોગેશે પુરુષોની ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. પેરાલિમ્પિક્સમાં દેશનો આ 8મો મેડલ છે, જ્યારે ત્રીજો સિલ્વર મેડલ છે. ભારતે પેરાલિમ્પિક્સમાં અત્યાર સુધીમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
યોગેશ કથુનિયાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં હરિયાણાના ઝજ્જર જિલ્લાના રહેવાસી 27 વર્ષીય યોગેશ કથુનિયાએ પુરુષોની ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં 42.22 મીટરનો પ્રથમ થ્રો કર્યો હતો. યોગેશ અહીં જ ન અટક્યો અને તેના બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા પ્રયાસમાં તેણે અનુક્રમે 41.50 મીટર, 41.55 મીટર, 40.33 મીટર અને 40.89 મીટર થ્રો કર્યો. આ પછી તેણે પોતાનો છેલ્લો એટલે કે 39.68નો છઠ્ઠો થ્રો કર્યો. તે 42.22ના પ્રથમ થ્રો સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
બ્રાઝિલને ગોલ્ડ અને ગ્રીસને બ્રોન્ઝ:
આ ઈવેન્ટમાં બ્રાઝિલના બટિસ્ટા ડોસ સેન્ટોસ ક્લડનીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. બ્રાઝિલના ખેલાડીએ 46.83ના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ તેનો પેરાલિમ્પિક્સનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ પહેલા તેણે ટોક્યોમાં 45.59નો થ્રો કર્યો હતો. આ સાથે ગ્રીસના ત્ઝોનિસ કોન્સ્ટેન્ટિનોસે આ સ્પર્ધામાં 41.32ના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ 8મા મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં 30મા સ્થાને પહોંચી ગયું છે.
અત્યાર સુધી ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ:
- અવની લેખા - ગોલ્ડ મેડલ
- મોના અગ્રવાલ - બ્રોન્ઝ મેડલ
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ મેડલ
- મનીષ નરવાલ - સિલ્વર મેડલ
- રૂબાની ફ્રાન્સિસ - બ્રોન્ઝ
- નિષાદ કુમાર - સિલ્વર
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ
- યોગેશ કથુનિયા - સિલ્વર
- પેરાલિમ્પિકમાં નિષાદ કુમારનું શાનદાર પ્રદર્શન, સિલ્વર જીતી ભારતને અપાવ્યો 7મો મેડલ... - Paris Paralympics 2024
- ટ્રેક અને ફિલ્ડમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ, જાણો પ્રીતિ પાલની અવિશ્વસનીય કહાની… - Bronze Medalist Preethi Pal Story