નવી દિલ્હી:ભારતના ટોચના શટલર નીતિશ કુમારે સોમવારે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં પુરુષોની સિંગલ્સ SL3 ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે મેન્સ સિંગલ્સ SL3 ફાઇનલમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-1થી હરાવ્યો છે. આ સાથે તેણે ભારતને તેનો બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ અવની લેખારાએ શૂટિંગમાં જીત્યો હતો. દેશ માટે આજે કહું જ ગૌરવની ક્ષણ ગણી શકાય છે.
નીતીશ કુમારે ગ્રેટ બ્રિટનના ખેલાડીને હરાવી ગોલ્ડ જીત્યો:
ભારતના નીતિશ કુમારે ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 2-1થી હરાવ્યું છે. 29 વર્ષીય ભારતીય ખેલાડીએ પહેલો સેટ 21-14થી જીત્યો હતો, પરંતુ પછી લીડ લેવા છતાં બીજો સેટ 18-21થી ગુમાવ્યો હતો. જોકે, નીતિશે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને ત્રીજો સેટ 23-21થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગંભીર નીચલા અંગોની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ SL3 કેટેગરીમાં સ્પર્ધા કરે છે, તેમને હાફ કોર્ટ પર રમવાની જરૂર પડે છે.
ભારત માટે મેડલ જીતનાર ખેલાડીઓ:
- અવની લેખા - ગોલ્ડ મેડલ
- મોના અગ્રવાલ - બ્રોન્ઝ મેડલ
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ મેડલ
- મનીષ નરવાલ - સિલ્વર મેડલ
- રૂબાની ફ્રાન્સિસ - બ્રોન્ઝ મેડલ
- નિષાદ કુમાર - સિલ્વર મેડલ
- પ્રીતિ પાલ - બ્રોન્ઝ મેડલ
- યોગેશ કથુનિયા - સિલ્વર મેડલ
- નિતેશ કુમાર - ગોલ્ડ મેડલ
- પેરાલિમ્પિક્સમાં યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં જીત્યો સિલ્વર, ભારતના મેડલની સંખ્યા 8 પર પહોંચી…. - Paris Paralympics 2024
- કચ્છના આ ક્રિકેટરની અંડર - 19 ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી, જાણો કોણ છે આ યુવા ખેલાડી… - Harvansh Singh INDVSAUS U 19