ફ્રાન્સ (પેરિસ):ભારતે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં પોતાનો પહેલો મેડલ જીત્યો છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. મનુ ભાકરને કોરિયન શૂટર્સની આકરી સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.
મનુ ભાકરે રચ્યો ઈતિહાસ:મનુ ભાકરે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં મેડલ જીતીને શૂટિંગ ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. તેણે મેડલ જીતવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ:મનુએ ફાઇનલમાં 221.7 પોઈન્ટ બનાવ્યા અને ભારતને પેરિસ ઓલિમ્પિક્સ 2024નો પહેલો મેડલ અપાવ્યો. દક્ષિણ કોરિયાના ઓહ યે જીને 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અન્ય કોરિયન યેજિને 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ કબજે કર્યો હતો.