નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક્સ 2024નો પાંચમો દિવસ ભારત માટે સારો રહ્યો, ભારતે કોઈ મેડલ મેચ રમી ન હતી પરંતુ ભારતીય શટલર્સ પીવી સિંધુ અને લક્ષ્ય સેન બંનેએ પોતપોતાની મેચ જીતીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ ઉપરાંત શ્રીજા અકુલાએ ટેબલ ટેનિસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આજે અમે તમને છઠ્ઠા દિવસના સંપૂર્ણ શેડ્યૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
1લી ઓગસ્ટ: ભારતીય ખેલાડીઓની આજની સ્પર્ધા
એથ્લેટિક્સ: ભારત આજે પુરૂષો અને મહિલાઓની 20 કિલોમીટર રેસ વોક ઇવેન્ટ્સમાં એથ્લેટિક્સમાં તેના અભિયાનની શરૂઆત કરશે. ભારત માટે, પરમજીત બિષ્ટ, અક્ષદીપ સિંહ અને વિકાસ સિંહની ત્રિપુટી પુરુષોની સ્પર્ધામાં ભાગ લેશે, જ્યારે પ્રિયંકા પણ તેના અભિયાનની શરૂઆત કરશે.
- પુરુષોની 20 કિમી રેસ વોક (પરમજીત બિષ્ટ, અક્ષદીપ સિંહ અને વિકાસ સિંહ) - સવારે 11 કલાકે
- મહિલાઓની 20 કિમી રેસ વોક (પ્રિયંકા) - બપોરે 12:50 કલાકે
ગોલ્ફ:ભારતીય ખેલાડીઓ 1લી ઓગસ્ટના રોજ ગોલ્ફમાં પોતાનું કૌશલ્ય બતાવતા જોવા મળશે. ગગનજીત ભુલ્લર અને શુભંકર શર્મા મેન્સ ઈન્ડિવિજ્યુઅલ પ્લે રાઉન્ડ-1ની મેચમાં જોવા મળશે .
- મેન્સ ઈન્ડિવિડ્યુઅલ પ્લે રાઉન્ડ-1 (ગગનજીત ભુલ્લર અને શુભંકર શર્મા) - બપોરે 12:30કલાકે
શૂટિંગ: આજે શૂટિંગમાં ભારતને મેડલ મળવાની આશા રહેશે. પુરુષોની 50 મીટર રાઈફલ 3 પોઝિશનની ફાઈનલમાં સ્વપ્નિલ કુસલે ભારતનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. આ સિવાય સિફ્ટ કૌર સમરા અને અંજુમ મુદગીલ મહિલાઓની 50 મીટર રાઈફલ 3 પોઝિશન ક્વોલિફિકેશન માટે રમતી જોવા મળશે.
- પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ફાઇનલ (સ્વપ્નીલ કુસલે) - 1 PM કલાકે
- મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન લાયકાત (સિફ્ટ કૌર સમરા અને અંજુમ મુદગીલ) - બપોરે 3:30 કલાકે
હોકી: ભારતીય પુરુષ હોકી ટીમ તેની ગ્રુપ મેચમાં બેલ્જિયમ સાથે રમતી જોવા મળશે. ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી છે, જ્યારે આર્જેન્ટિના સાથે 1-1થી ડ્રો થઈ છે. હવે તેમની પાસે બેલ્જિયમને હરાવવાની તક રહશે.
- ભારત/બેલ્જિયમ - 1:30 PM કલાકે
બોક્સિંગ:નિખત ઝરીન મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16માં ભારત માટે રિપબ્લિક ઓફ ચીનની વુ યુ સામે રમતી જોવા મળશે.
- મહિલાઓની 50 કિગ્રા રાઉન્ડ ઓફ 16 (નિકહત ઝરીન) - બપોરે 2:30 કલાકે
તીરંદાજી : પ્રવીણ રમેશ જાધવ તીરંદાજીના પુરુષોના વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડમાં ચીનના કેએ વેંચાઓ સાથે ભારત માટે રમતો જોવા મળશે.
- પુરુષોનો વ્યક્તિગત એલિમિનેશન રાઉન્ડ - 2:30 PM કલાકે
સેલિંગ( નૌકાયા રમત): એથ્લેટ વિષ્ણુ સરવનન ભારત માટે પુરુષોની સેઇલિંગ ઇવેન્ટમાં જોવા મળશે. નેત્રા કુમનન ભારત માટે મહિલાઓની નૌકાયાન સ્પર્ધામાં જોવા મળશે.
- મેન્સ સેલિંગ (વિષ્ણુ સરવણન) - બપોરે 3:30 કલાકે
- મહિલા સેલિંગ (નેત્રા કુમાનન) -સાંજે 7:00 કલાકે