નવી દિલ્હીઃ મહિલા T20 વર્લ્ડ કપ 2024ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સ્વદેશ પરત ફરશે. ફાતિમા સનાના પિતાનું અવસાન થયું છે. પિતાના નિધનના સમાચાર મળતા જ ફાતિમા પાકિસ્તાન પરત ફરવા તૈયાર છે. તે ટૂંક સમયમાં UAEથી પાકિસ્તાન જશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનની આગામી મેચ શુક્રવાર એટલે કે આજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે થશે, પરંતુ કેપ્ટન ફાતિમા આ મેચમાં રમી શકશે નહીં. તેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન મુનીબા અલી ટીમની કમાન સંભાળી શકે છે.
સોશિયલ મીડિયા પર ટીમ મેમ્બર આ મુશ્કેલ સમયમાં ફાતિમા સનાને હિંમત આપી રહી છે. અનુભવી ઑફ-સ્પિન ઑલરાઉન્ડર નિદા દારે લખ્યું, 'તમારા પિતાના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું, સમગ્ર ટીમ વતી, કૃપા કરીને અમારા દિલથી સંવેદના સ્વીકારો. અંજલિ.
બેટ્સમેન સિદ્રા અમીને લખ્યું, 'ખૂબ જ દુખ સાથે જાહેરાત કરવામાં આવે છે કે ફાતિમા સનાના પિતાનું નિધન થયું છે, કૃપા કરીને તેમના માટે પ્રાર્થના કરો. અલ્લાહ તેમને સ્વર્ગમાં ઉચ્ચ સ્થાન આપે.
ફાતિમાની ગેરહાજરી પાકિસ્તાની ટીમ માટે એક મોટો ફટકો છે, કારણ કે તેણે સેમિફાઈનલમાં પહોંચવા માટે ગ્રુપ Aની તેની બાકીની બંને મેચ જીતવી પડશે. શ્રીલંકા સામેની જીત અને ભારત સામેની હાર બાદ પાકિસ્તાન અત્યારે ગ્રુપ Aમાં ત્રીજા સ્થાને છે. સપ્ટેમ્બરમાં નેતૃત્વની ભૂમિકા સંભાળનાર ફાતિમા ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપમાં સૌથી યુવા સુકાની છે. શ્રીલંકા સામે તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે તેને 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો હતો.
આ પછી, ફાતિમાએ દુબઈમાં બપોરની મેચમાં જેમિમાહ રોડ્રિગ્સ અને રિચા ઘોષને સતત આઉટ કરીને ભારતને થોડી મુશ્કેલી ઊભી કરી અને ખાતરી કરી કે પાકિસ્તાનના નેટ રન રેટ પર કોઈ ગંભીર અસર ન થાય. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પછી, પાકિસ્તાન સોમવારે દુબઈમાં ન્યુઝીલેન્ડ સામે તેના ગ્રુપ A અભિયાનની સમાપ્તિ કરશે.
આ પણ વાંચો:
- મહિલા ટી20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રને હરાવ્યું, સેમિફાનલની આશા જીવંત…
- 'એક યુગનો અંત…' અનુભવી ખેલાડીઓએ સોશિયલ મીડિયા દ્વારા 'સર રતન ટાટા'ના નિધન પર શોક વ્યક્ત કર્યો