લાહોર:પાકિસ્તાન વનડે ત્રિકોણીય શ્રેણીની પહેલી મેચ શનિવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ન્યુઝીલેન્ડે યજમાન પાકિસ્તાનને 78 રનથી હરાવ્યું હતું. પરંતુ, આ મેચમાં મેદાન પર એક મોટો અકસ્માત થયો. ચાલુ મેચ દરમિયાન ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર ફિલ્ડિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના માથામાંથી લોહી વહેતું હતું.
રચિન રવિન્દ્રને બોલ વાગ્યો:
પાકિસ્તાનની ઇનિંગ્સની 38મી ઓવરના ત્રીજા બોલ પર ખુશદિલ શાહે સ્લોગ-સ્વીપ પર ઉડતો શોટ માર્યો હતો. ડીપ સ્ક્વેર લેગ પર ઊભેલ રચિન કેચ લેવા ગયો પણ બોલ જોઈ શક્યો નહીં. તે બોલ પકડે તેની પહેલાં જ, તેના ચહેરા પર જોરથી વાગ્યો અને તે જમીન પર પડી ગયો. ઈજા એટલી ગંભીર હતી કે તેને મેદાનમાંથી બહાર લઈ જવામાં આવે તે પહેલાં જ લોહી વહેવા લાગ્યું. રક્તસ્ત્રાવ બંધ કરવા માટે તેના કપાળ પર બરફનો પેક મૂકવામાં આવ્યો હતો.
સ્ટેડિયમની લાઇટિંગ પર પ્રશ્નો ઉભા થયા:
આ ગંભીર અકસ્માતે ભૂતપૂર્વ ક્રિકેટરો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓમાં પણ ચિંતા ઉભી કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના યજમાન દેશ તરીકે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને રચિન રવિન્દ્રની ઈજા માટે PCB ને જવાબદાર માનવામાં આવી રહ્યું છે.
ચાઇનીઝ લાઇટની નબળી ગુણવત્તા:
આ ઘટના બાદ, સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકોએ ગદ્દાફી સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સની ગુણવત્તા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની ટીકા કરી. ઘણા લોકોએ પાકિસ્તાનને સ્ટેડિયમમાં ફ્લડલાઇટની સ્થિતિ સુધારવાની પણ માંગ કરી છે. એક ચાહકે x (ટ્વિટર) પર લખ્યું કે, 'ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી નબળી ગુણવત્તાવાળી ચાઇનીઝ લાઇટિંગને કારણે ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર ઘાયલ થયા. આ અસ્વીકાર્ય છે, ખાસ કરીને જ્યારે ICC ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવે છે. યોગ્ય ધોરણો જાળવવા માટે ICC એ કડક પગલાં લેવા જોઈએ."
- "પીસીબીએ ગ્રાઉન્ડ પર જે લાઇટ પડે છે તેની ગુણવત્તામાં સુધારો કરવો જોઇએ. રચિન રવિન્દ્ર ઓછી અને આંખ લાઇટમાં બોલને જોઈ શકતો નથી અને ગંભીર ઇજા પામે છે. આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે…" X હેન્ડલ પર એક ચાહકે કહ્યું.
- @ICC એ પાકિસ્તાનના મેદાનોને આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન કરવાની મંજૂરી કેવી રીતે આપી?? ICC એ ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને જો પાકિસ્તાન તેમ ન કરી શકે તો ચેમ્પિયન્સ ટ્રોફીને દુબઈ ખસેડવી જોઈએ. રચિન રવિન્દ્ર માટે પ્રાર્થના,” બીજા ચાહકે આ ઘટના બાદ ટિપ્પણી કરી છે.
રચીન રવીન્દ્ર હવે ઠીક છે:
ન્યુઝીલેન્ડ ક્રિકેટના એક નિવેદન અનુસાર, કિવી ઓલરાઉન્ડરે શરૂઆતમાં હેડ ઇન્જરી એસેસમેન્ટ (HIA) પાસ કરી લીધું છે. HIA પ્રોટોકોલ હેઠળ તેમનું નિરીક્ષણ ચાલુ રહેશે.
ત્રણેય વિભાગોમાં શાનદાર પ્રદર્શનના કારણે ન્યુઝીલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું. તેઓએ સ્કોરબોર્ડ પર કુલ 330/6 બનાવ્યા અને પાકિસ્તાનને ૨૫૨ રનમાં ઓલઆઉટ કરી દીધું. ગ્લેન ફિલિપ્સે શાનદાર પ્રદર્શન કરીને એક વિકેટ લીધી અને અણનમ 106 રન બનાવ્યા. ડેરિલ મિશેલે પણ મેદાન પર 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
આ પણ વાંચો:
- ટૂંક જ સમયમાં શરૂ થશે IND VS ENG બીજી વનડે, અહીં જુઓ ફ્રી માં લાઈવ મેચ
- 'જય જગન્નાથ'... ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પહોંચ્યા ભગવાન જગન્નાથના દર્શનાર્થે, જુઓ વિડીયો