ઓવલ હોબાર્ટ (ઓસ્ટ્રેલિયા):આજે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ રમાશે. પાકિસ્તાનની ટીમ પહેલાથી જ બે મેચ હારીને શ્રેણી ગુમાવી ચૂકી છે. હવે તેની પાસે ક્લીન સ્વીપથી બચવા માટે મોટો પડકાર છે. બંને ટીમ વચ્ચે આજે ખરાખરીની મેચ જોવા મળશે. તો જાણો મેચ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે.
પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની T20 સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ આજે એટલે કે 18 નવેમ્બર સોમવારના રોજ રમાશે. પહેલાથી જ શ્રેણી ગુમાવી ચૂકેલ પાકિસ્તાન પાસે આ મેચ જીતીને ક્લીન સ્વીપથી બચવાની તક છે. અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવ્યું છે. વરસાદના કારણે વિક્ષેપિત થયેલી પ્રથમ મેચમાં 29 રને અને બીજી મેચમાં 13 રને જીત મેળવી હતી.
પાકિસ્તાની ટીમની સમસ્યા:
ODI સિરીઝ જીત્યા બાદ મોહમ્મદ રિઝવાનને આશા હતી કે ટીમ T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કરશે, પરંતુ એવું થયું નહીં. અત્યાર સુધી રમાયેલી બંને T20 મેચોમાં બોલરોએ પોતાનું કામ સારું કર્યું છે, પરંતુ બેટ્સમેનોએ નિરાશ કર્યા છે. બે યુવા બેટ્સમેન ઉસ્માન ખાન અને ઈરફાન ખાનને છોડીને બાકીના બધા ઓસ્ટ્રેલિયન બોલરો સામે લાચાર દેખાતા હતા. બાબર આઝમ બંને ઇનિંગ્સમાં મળીને માત્ર 6 રન જ બનાવી શક્યો છે. કેપ્ટન રિઝવાન પણ 16 રન બનાવ્યા બાદ સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
બોલરોએ પોતાનું કામ કરી દીધું છે:
બેટ્સમેન ભલે સંઘર્ષ કરી રહ્યા હોય પરંતુ પાકિસ્તાનના બોલરોએ પોતાનું ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે. અબ્બાસ આફ્રિદીથી લઈને હારીસ રઉફ સુધી બધા જ વિકેટ લઈ રહ્યા છે. બીજી મેચમાં બોલરો ઓસ્ટ્રેલિયાની ટીમને ઓલઆઉટ કરવામાં સફળ રહ્યા હતા. જો તમે પણ ત્રીજી અને છેલ્લી ટી-20ની મજા માણવા માંગો છો, તો જાણો મેચ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે.
- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ સોમવારે (18 નવેમ્બર 2024) રમાશે.
- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ઓવલ હોબાર્ટ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી T20 મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. તેનો ટોસ અડધો કલાક વહેલો બપોરે 1.00 વાગ્યે થશે.
- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20 મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટીવી પર જોઈ શકાશે.
- પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે નહીં.