હેમિલ્ટન: ક્રિકેટના મેદાન પર અવારનવાર આવા કેટલાક દ્રશ્યો જોવા મળે છે, જેને જોઈને દર્શકો દંગ રહી જાય છે. અમે તમને એવો જ એક વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોયા પછી તમારા હોશ ચોક્કસથી ઉડી જશે. આ વીડિયો શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી બીજી વનડે મેચનો છે. શ્રીલંકા જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે ન્યુઝીલેન્ડના એક ખેલાડીએ એવો કેચ લીધો કે તમે પણ તેના વખાણ કર્યા વગર રહી શકશો નહીં. આને અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ કેચમાંથી એક કહેવામાં કોઈ નવાઈ નહીં લાગે.
મેદાન પર ફિલ્ડર બન્યો સ્પાઇડરમેન:
શ્રીલંકાની ટીમ જ્યારે ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથે એક એવો કેચ પકડ્યો હતો જેના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. શ્રીલંકાની ઇનિંગ્સની 29મી ઓવર વિલ ઓ'રૉર્કે ફેંકી હતી. છેલ્લા બોલ પર ઈશાન મલિંગા સ્ટ્રાઈક પર હતો. વિલ ઓ'રોર્કે મલિંગા તરફ બોલ ફેંક્યો, જેણે બોલને ઝડપથી ફટકાર્યો. બોલ તેના બેટની કિનારી લઈને બાઉન્ડ્રી તરફ પાછો ગયો. નાથન સ્મિથે અદ્ભુત ચપળતા બતાવી અને બોલને પકડવા માટે હવામાં કૂદકો માર્યો. જ્યારે સ્મિથે બોલ કેચ કર્યો ત્યારે તે સંપૂર્ણપણે હવામાં હતો. સ્પાઈડર-મેનની જેમ તેણે હવામાં જ કેચ પૂરો કર્યો. આ સાથે ઈશાન મલિંગાની ઈનિંગ્સનો અંત આવ્યો.
ન્યૂઝીલેન્ડે મેચની સાથે જ સિરીઝ પણ જીતી લીધીઃ