નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ડેવિડ વિલી IPL 2024માંથી બહાર થઈ ગયો છે. તે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હતો. તેણે અંગત કારણોસર IPLની આ સિઝનમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે. હવે તેના સ્થાને લખનૌએ ન્યૂઝીલેન્ડના ખતરનાક ફાસ્ટ બોલરને સામેલ કર્યો છે.
હેનરી જોડાયો લખનઉમાં: ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર મેટ હેનરી હવે IPL 2024માં રમતા જોવા મળશે. લખનૌ સુપર જાયન્ટ્સે ડેવિડ વિલીના સ્થાને મેટ હેનરીને ટીમમાં સામેલ કર્યો છે. ન્યૂઝીલેન્ડના આ ફાસ્ટ બોલરે ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન માટે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે કરાર કર્યો છે. લખનઉની ટીમે હેનરીને 1.25 કરોડ રૂપિયામાં સામેલ કર્યો છે.
હેનરી આઈપીએલમાં પ્રદર્શન:હેનરીએ આઈપીએલમાં અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમી છે, જેમાં તેણે 1 વિકેટ ઝડપી છે. તેણે વર્ષ 2017માં પંજાબ કિંગ્સ માટે આ મેચો રમી હતી. પંજાબ કિંગ્સ સિવાય તે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.
હેનરીનું આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રદર્શન:હેનરી હવે લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ હશે. તેને કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમવાની તક મળશે. હેનરીએ ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 17 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 20 વિકેટ ઝડપી છે. આ સિવાય તેણે 82 વનડે મેચમાં 141 અને 25 ટેસ્ટ મેચમાં 95 વિકેટ ઝડપી છે.
લખનૌ આજે પંજાબ કિંગ્સ સામે ટકરાશે:લખનૌ સુપર જાયન્ટ્સે રાજસ્થાન રોયલ્સ સામે આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર 1 મેચ રમી છે. આ મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. એલએસજીને આરઆરના હાથે 20 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આજે તેની બીજી મેચમાં લખનૌની ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે.
- ન્યુઝીલેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર યુએસએની ટીમમાં જોડાયો, 36 બોલમાં સદી ફટકારી હતી - COREY ANDERSON