ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોમાંચક મેચમાં પંજાબે ગુજરાતને 3 વિકેટે હરાવ્યું, શશાંક સિંહ બન્યા જીતનો હીરો - IPL 2024 GT vs PBKS - IPL 2024 GT VS PBKS

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને ઘરઆંગણે હરાવ્યું હતું. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 199 રન બનાવ્યા હતા. પંજાબે 19.5 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 3:13 PM IST

Updated : Apr 5, 2024, 9:12 AM IST

અમદાવાદ:પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા 200 રનના વિશાળ લક્ષ્યાંકને 1 બોલ બાકી રહેતા હાંસલ કર્યો હતો અને રોમાંચક મેચમાં ગુજરાતને તેના ઘરે 3 વિકેટે હરાવ્યું હતું. પંજાબ કિંગ્સ માટે આ સિઝનની બીજી જીત છે. પંજાબ કિંગ્સ તરફથી શશાંક સિંહે સૌથી વધુ 61 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ગુજરાત ટાઇટન્સ તરફથી નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે.

પ્લેયર ઓફ ધ મેચ બન્યો શશાંક સિંઘ

ગુજરાત ટાઇટન્સ પર પંજાબ કિંગ્સની આ રોમાંચક જીતનો હીરો યુવા જમણા હાથનો બેટ્સમેન શશાંક સિંઘ હતો, જેણે 29 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 61 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ માટે શશાંક સિંહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ ટોપ સ્કોરર રહ્યો હતો, જેણે 48 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 89 રનની અણનમ ઇનિંગ રમી હતી. સાઈ સુદર્શને 37 રન અને કેન વિલિયમસને 26 રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ છેલ્લી ઓવરમાં રાહુલ તેવટિયાએ 8 બોલમાં 23 રન ફટકારીને ટીમનો સ્કોર 199 સુધી પહોંચાડ્યો હતો.

હેડ ટુ હેડ:બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં માત્ર 3 મેચ રમાઈ છે જેમાં પંજાબે 1 અને ગુજરાત ટાઇટન્સે બે મેચ જીતી છે. પંજાબ આ મેચ જીતીને આ રેકોર્ડની બરાબરી કરી છે.

બંને ટીમોના સંભવિત પ્લેઈંગ-11

પંજાબ કિંગ્સ:શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, જીતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.

ગુજરાત ટાઇટન્સ: શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા, સાઈ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, નૂર અહેમદ, મોહિત શર્મા.

  1. ગુજરાત ટાઇટન્સના બોલર મોહિત શર્માએ ગિલ અને આશિષ નહેરાની કરી પ્રસંશા, જાણો શું કહ્યું - MOHIT SHARMA
Last Updated : Apr 5, 2024, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details