નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બાર્બાડોસ એરપોર્ટ પર અટવાઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝમાં ચક્રવાત અને જોરદાર વાવાઝોડાને કારણે તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. આ સાથે શહેરમાં સતત વરસાદના કારણે કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. ભારતીય ટીમ ભારત આવતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની છે. આ તોફાન શમી ગયા બાદ અને વરસાદ બંધ થયા બાદ BCCCI ટીમ ઈન્ડિયાને ત્યાંથી બહાર કાઢવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. રોહિત શર્માના મેન ઇન બ્લુને ત્યાંથી ચાર્ટર પ્લેન દ્વારા બહાર લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ટીમ ઈન્ડિયા તોફાનની વચ્ચે ફસાઈ:નેશનલ હરિકેન સેન્ટરે રવિવારે સાંજે કહ્યું કે, હરિકેન બેરીલ દક્ષિણ-પૂર્વ કેરેબિયનના વિન્ડવર્ડ આઈલેન્ડની નજીક આવી રહ્યું છે, જે ખૂબ જ ખતરનાક કેટેગરી 4નું તોફાન છે. આગાહીકારોએ ચેતવણી આપી હતી કે એટલાન્ટિક મોસમનું પ્રથમ મોટું વાવાઝોડું સોમવારે સવારે વિન્ડવર્ડ ટાપુઓ પર ઘાતક પવન અને તોફાન લાવશે. એરપોર્ટને આગલી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યું છે અને આ પ્રદેશમાંથી કોઈ ફ્લાઈટ આવી રહી નથી કે જઈ રહી નથી, તેથી આખી ટીમ અને ચાહકો, BCCIના અધિકારીઓ અને મીડિયા વ્યક્તિઓ ટાપુ પર ફસાયેલા છે, જેને ચક્રવાતની અસર થવાની સંભાવના છે માટે ઈમરજન્સી એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ટીમ ચાર્ટર પ્લેન દ્વારા ભારત આવી શકે છે: સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI દિલ્હીની સીધી ફ્લાઈટ માટે ટાપુ પર ચાર્ટર પ્લેન લાવવાનો પ્રયાસ કરી રહી છે, જેથી ટીમ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. જો કે, એરપોર્ટ બંધ થવાને કારણે, ઓછામાં ઓછા 24 કલાક અથવા કદાચ તેનાથી વધુ સમય સુધી કોઈ ફ્લાઈટ અહીં ઉતરી શકશે નહીં. અહીં પહોંચવા માટે અમેરિકાથી ચાર્ટર પ્લેન ઉડવું પડશે, જે સાડા પાંચ કલાકની ફ્લાઈટ છે. જો કે દરિયાઈ દબાણને કારણે પવનની ઝડપ 100 માઈલ પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે અને આગામી 15 કલાક સુધી ભારે વરસાદની સંભાવના છે, તેથી ત્યાંના હવાઈ ક્ષેત્રમાં કોઈ વિમાન ઉડશે નહીં.
મતલબ કે જો હવામાન વિભાગ મંજૂરી આપે તો વિજેતા ભારતીય ટીમ 1 જુલાઈની રાત્રે જ રવાના થઈ શકે છે. સેક્રેટરી જય શાહ સહિત BCCIના ટોચના અધિકારીઓ સુરક્ષિત મુસાફરીની રાહ જોઈ રહ્યા છે. જોકે, સાઉથ આફ્રિકાની ટીમ સવારે ત્યાંથી નીકળી ગઈ છે. આ દરમિયાન, ક્રિકેટ ચાહકો મૂંઝવણની સ્થિતિમાં છે કારણ કે તેમની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને એરલાઇન્સ પાસે 5 જુલાઈ સુધી કોઈ સીટ નથી. બીજી તરફ, હોટલો દરિયાકિનારે હોવાથી ખરાબ થવાના ભયથી રિઝર્વેશન નથી લઈ રહી. એર કેનેડા, અમેરિકન એરલાઇન્સ, કેરેબિયન એરલાઇન્સ, વર્જિન એટલાન્ટિક અને જેટબ્લ્યુની છેલ્લી ફ્લાઇટ્સ સ્થાનિક સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે દ્વીપ પરથી રવાના થઈ હતી.
- આફ્રિકન ખેલાડીઓ વર્લ્ડ કપ 2024ની ફાઇનલ હારી ગયા પણ દિલ જીતી લીધા, ભારતીય ચાહકોની મેળવી વાહવાહી - T20 World Cup 2024