નવી દિલ્હી: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વરસાદના કારણે મેચનો પ્રથમ દિવસ રમાઈ શક્યો ન હતો. પરંતુ જ્યારે બીજા દિવસે મેચ શરૂ થઈ ત્યારે ભારતીય ટીમે એક શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડ પર 46 રનમાં સમેટાઈ ગઈ:
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ લંચ બાદ 31.2 ઓવરમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. જે ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ભારતનો ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. ભારતનો અગાઉનો સૌથી ઓછો સ્કોર 36 હતો, જે તેણે 2021માં ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ઓવલ ખાતે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં બનાવ્યો હતો. બીજો સૌથી ઓછો સ્કોર 1974માં ઈંગ્લેન્ડ સામે 42 રનનો હતો.
પાંચ બેટ્સમેન શૂન્ય પર આઉટ:
ભારતના પાંચ બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા નહોતા, જ્યારે માત્ર બે બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા. વિરાટ કોહલીને ત્રીજા નંબર પર પ્રમોટ કરવામાં આવતા મેદાન પર હાજર દર્શકોમાં ઘણો આનંદ હતો, પરંતુ વિલિયમ્સે કોહલીને ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત મોકલી દેતાં તેનો અંત આવ્યો હતો.
મેટ હેનરીએ પાંચ વિકેટ લીધી:
અનુકૂળ પરિસ્થિતિઓમાં, ન્યુઝીલેન્ડના ત્રણ ઝડપી બોલરોએ સ્વિંગ અને સીમથી ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. ફાસ્ટ બોલર મેટ હેનરીએ પણ 33 ટેસ્ટ મેચમાં પોતાની 100મી ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી, જેમાં તેણે આજે પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે પોતાની પ્રથમ મેચ રમી રહેલા વિલિયમ ઓ’રર્કે ચાર વિકેટ અને ટિમ સાઉથીએ કેપ્ટન રોહિત શર્માની કિંમતી વિકેટ લીધી હતી.
તમને જણાવી દઈએ કે 1969 પછી પહેલીવાર ભારતે હોમ ગ્રાઉન્ડ પર 34 રનમાં 6 વિકેટ ગુમાવી છે. આ પહેલા ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદમાં સૌથી ઓછો સ્કોર 27 રનનો હતો. આ પહેલીવાર બન્યું છે કે જ્યારે ઘરેલું ટેસ્ટમાં ટોચના 7 ભારતીય બેટ્સમેનમાંથી 4 શૂન્ય પર આઉટ થયા હોય.
ટેસ્ટ ઇનિંગ્સમાં શૂન્ય પર સૌથી વધુ આઉટ થનાર ખેલાડીઓ અને ટીમ:
- 6 VS ઈંગ્લેન્ડ, માન્ચેસ્ટર, 2014 (પ્રથમ દાવ)
- 6 VS દક્ષિણ આફ્રિકા, કેપ ટાઉન, 2024 (બીજો દાવ)
- 5 VS ઓસ્ટ્રેલિયા, એડિલેડ, 1948 (ત્રીજો દાવ)
- 5 VS ઇંગ્લેન્ડ, લીડ્સ, 1952 (ત્રીજી ઇનિંગ)
- 5 VS ન્યુઝીલેન્ડ, મોહાલી, 1999 (પ્રથમ દાવ)
- 5 VS ન્યુઝીલેન્ડ, બેંગલુરુ, 2024 (પ્રથમ દાવ)
ટેસ્ટ મેચોમાં ભારતનો સૌથી ઓછો સ્કોર:
36 VS ઓસ્ટ્રેલિયા, એડિલેડ, 2020