હૈદરાબાદ:શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ, ભારત ફરીથી મુશ્કેલ સ્થિતિમાં મુકાઇ ગયું છે.રવિવારે, 3 નવેમ્બર, 2024 ના રોજ ઘરઆંગણે ક્લીન સ્વીપથી બચવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઐતિહાસિક રન ચેઝ પૂર્ણ કરવાની જરૂર છે. નોંધનીય છે કે ત્રણ કે તેથી વધુ મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભારતને ઘરઆંગણે ક્યારેય વ્હાઇટવોશનો સામનો કરવો પડ્યો નથી.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) અને તેની ફાઈનલ માટે પણ આ મેચ ખૂબ મહત્વ ધરાવે છે. જોકે, તે આસાન નહીં હોય કારણ કે ચોથી ઇનિંગમાં માત્ર પાંચ ટીમો સફળતાપૂર્વક સ્કોર કરવામાં સફળ રહી છે. ન્યુઝીલેન્ડે બીજા દિવસે નવ વિકેટે 171 રન બનાવ્યા હતા અને ઓછામાં ઓછી એક વિકેટ હાથમાં રાખીને 143 રનની લીડ મેળવી હતી.
વાનખેડેમાં આ ટીમનો બેસ્ટ સ્કોર:
આ મેદાન પર સૌથી વધુ રન ચેઝ કરવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે, જેણે 2000માં ભારત સામે 163 રનનો પીછો કર્યો હતો. આ એકમાત્ર વખત છે જ્યારે કોઈ ટીમે સફળતાપૂર્વક 100થી વધુનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ભારતે માત્ર 1984માં લક્ષ્યનો પીછો કર્યો હતો, જ્યારે તેણે ઈંગ્લેન્ડ સામે 51 રન બનાવ્યા હતા.
મેચનો બીજો દિવસ આવો રહયો...
મેચની વાત કરીએ તો, ત્રીજી ટેસ્ટના બીજા દિવસે શનિવારે ન્યૂઝીલેન્ડે તેની બીજી ઇનિંગમાં નવ વિકેટે 171 રન બનાવ્યા હતા. વિલ યંગે (100 બોલમાં 51 રન) ન્યુઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા, ભારતમાં ટેસ્ટની બંને ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર બીજો કિવી બેટ્સમેન બન્યો. મુલાકાતી ટીમ 143 રનથી આગળ છે અને ઐતિહાસિક જીત નોંધાવવા માટે શક્ય તેટલા વધુ રન ઉમેરવા માંગે છે. રમતના અંતે એજાઝ પટેલ (અણનમ 7) ક્રિઝ પર હતો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજા (4/52) અને રવિચંદ્રન અશ્વિને (3/63) મળીને સાત વિકેટ ઝડપી હતી.
વાનખેડે સ્ટેડિયમમાં સૌથી વધુ રન ચેઝ
- દક્ષિણ આફ્રિકા 164/6 વિ. ભારત (2000)
- ઈંગ્લેન્ડ 98/0 વિ. ભારત (1980)
- ઈંગ્લેન્ડ 58/0 વિ. ભારત (2012)
- ભારત 51/2 વિ. ઈંગ્લેન્ડ (1984)
- ઓસ્ટ્રેલિયા 47/0 વિ. ભારત (2001)
ભારતમાં ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડના આ ખેલાડીનો 50+સ્કોર :
- અમદાવાદ 2003 ખાતે નાથન એસ્ટલ 103/51*
- અમદાવાદ 2003 ખાતે ક્રેગ મેકમિલન 54/83*
- કાનપુર 2021માં ટોમ લેથમ 95/52
- મુંબઈ 2024માં વિલ યંગ 71/51
આ પણ વાંચો:
- 6,6,6,6,6,6... આ દિગ્ગજ ખેલાડીએ ભારત સામે એક જ ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા, જુઓ વિડીયો
- એજાઝ પટેલઃ મુંબઈનો બોલર જેની સામે ટીમ ઈન્ડિયા નમી પડી, પટેલનો વાનખેડે માટે ખાસ પ્રેમ…